સુરત
ડ્રાઇવરને એન્જિનમાંથી ઓઇલ લીકેજ થાય છે તેમ કહી ડોક્ટરની કારમાંથી રોકડા 45000ની ચોરી
અઠવાલાઇન્સ આજથી હોટલ પાસે ડોક્ટરની કારમાંથી મુકેલા પર્સમાંથી અજાણ્યો ચોર બદમાશ ૪૫ હજાર રોકડા ચોરી કરી ગયો હતો. ચોર બદમાશ કાર ડ્રાઈવર ને એન્જિન ના ભાગે ઓઇલ લીકેજ થાય છે તેમ કહી તેની નજર ચૂકવી પર્સ ચોરી કરી ગયો હતો.
ઉમરા પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ વી.આર મોલ ની પાછળ રિવ્યુલેટ એપાર્ટમેન્ટમાં રહેતા જેની મનું શર્મા વ્યવસાયે ડોક્ટર છે ગઇકાલે તેઓની માલિકીની મરસડીઝ કાર અઠવાલાઇન્સ અતિથિ હોટલ પાસે કૃષિ મંગલ હોલ ની સામે રોડની બાજુમાં પાર્ક હતી. કારમાં તેમનો ડ્રાઈવર પણ હતો.
દરમિયાન એક અજાણ્યા ચોર બદમાશ ડ્રાઈવર પાસે આવી એન્જીનના ભાગે ઓઇલ લીકેજ થાય છે તેમ કહી નજર ચૂકવી હતી અને પાછળની સીટ પર રાખેલા પર્સની ચોરી કરી ભાગી છૂટ્યો હતો. પર્સમાં રોકડા રૂપિયા ૪૫ હજાર તથા પરચુરણ ચીજવસ્તુઓ પણ હતી આ અંગે ડોક્ટર જેની શર્માએ ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.