સુરતમાં પરિણીતાની છેડતી મુદ્દે યુવકને મોતને ઘાટ ઉતારી દેવાયો
રૂમ માલિક દિનેશની પત્ની અનુરાધાની છેડતી બાબતે મૃતક સાલુ વર્માએ સોમનાથ ગુપ્તાને ઠપકો આપ્યો હતો
વડોદ ગામ જગન્નાથ નગર યુપીવાસી યુવકને ઉપરાછાપરી ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. મૃતકે રૂમ પાર્ટનરની પત્નીને નહીં છેડવા બાબતે ઠપકો આપતા જોઈ લેવાની ધમકી આપીને ગયેલા યુવકે સાંજે આવી મૃતક ઉપર ઉપરાછાપરી છરીથી હુમલો કર્યો હતો. મૃતકના રૂમ-પાર્ટનરઓએ હત્યારાને પકડી પાડી પોલીસના હવાલે કર્યા હતા.
મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ પાંડેસરા વડોદ ગામ જગન્નાથ નગર સોસાયટીમાં રહેતા શિવ બાલક રામકિશન વર્માએ તેમની પડોશમાં રહેતા સોમનાથ ગુપ્તા વિરુદ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ આપતાં જણાવ્યું હતું કે શિવ વર્મા સાથે સાલુ ક્રિષ્ના પાલ વર્મા રૂમ પાર્ટનર તરીકે રહેતો હતો. ગઈકાલે બપોરે તેમની ચાલીમાં રહેતા અનુરાધા દેવી બાબતે સોમનાથ સાલુ વર્મા સાથે ઝઘડો કર્યો હતો અને જોઈ લેવાની ધમકી આપી હતી.
દરમિયાન ગઈકાલે સાંજે જ સોમનાથ ગુપ્તાએ સાલુ વર્માને પતાવી દેવાનો પ્લાન ઘડી કાઢયો હતો દરમિયાન સાલો તેના રૂમની સામે થી પસાર થઇ રહ્યો હતો ત્યારે સોમનાથ ગુપ્તાએ ત્યાં આવી અચાનક ચાલુ વર્ષમાં ઉપર ઉપરાછાપરી છરીના ઘા જીક્યાં હતા જેમાં તેનું મોત નીપજ્યું હતું. આ અંગે શિવબાલકે પાંડેસરા પોલીસને જાણ કરતાં પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સોમનાથ ગુપ્તા સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે મૃતક સાલુ વર્મા યુપીનો વતની હતો અહીં કલર કામ કરી પરીવારને મદદરૂપ થતો હતો. મૃતક સાલુની ચાલી નજીક સોમનાથ ગુપ્તા રહેતો હતો. સૂત્રોએ જણાવ્યું કે સોમનાથ તેમની ચાલી માં રહેતી મહિલાઓની છેડતી કરતો હતો. ગઈ કાલે સવારે પણ સોમનાથ ગુપ્તાએ મૃતક સાલુના રૂમ માલિક દિનેશભાઇ ની પત્ની અનુરાધા દેવીની છેડતી કરી હતી. જેથી મૃતક સાલુ એ રૂમ માલિકની પત્નીની છેડતી નહિ કરવા બાબતે સોમનાથને ઠપકો આપ્યો હતો.
જેથી સોમનાથ ગુપ્તાએ તને જોઈ લઈશ તેમ ધમકી આપી જતો રહ્યો હતો અને મોડી સાંજે આવી એકદમ થી જ ચાલ ઉપર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો જેમાં તેનું મોત નીપજ્યું હતું દરમિયાન સલુના રૂમ પાર્ટનર તાત્કાલિક ત્યાં દોડી આવી હત્યારા સોમનાથને ઝડપી પાડયો હતો અને પોલીસના હવાલે કર્યો હતો પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.