હિન્દુસ્તાન ની સંસ્કૃતિ માં સેવા અને સમર્પણ નો ભાવ સમાયેલો છે – પ્રફુલભાઈ શુકલ
બીજાનું આચકી લેવા કરતા જતુ કરવાનો આનંદ અનેરો હોય છે હિન્દુસ્તાન ની સંસ્કૃતિ માં સેવા અને સમર્પણ નો ભાવ સમાયેલો છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ભારતને વિશ્વગુરુ બનાવશે એ નક્કી છે ઉપરોક્ત શબ્દો આજે ખેરગામમાં S.M.C ના પૂર્વ ડેપ્યુટી મેયર અને લિબાયત ભા.જ.પ ના અગ્રણી ડૉ. રવિન્દ્ર પાટીલ ને આશીર્વાદ આપતા કથાકાર પ્રફુલભાઈ શુકલ એ ઉચ્ચાર્યા હતા
અત્રે ઉલ્લેખનીય છે કે જન સંઘ ના સમયના જુના સેવાભાવી ડૉ. રવિન્દ્ર પાટીલ દવારા સુરતના લિંબાયતમાં રામકથા અને ભાગવત કથાઓ થઈ ગઈ છે ઉપરાંત ભા.જ.પ. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દવારા યોજાયેલી પ્રફુલભાઈ શુકલ ની 500 મી રામકથા અને ગણેશ યાગમાં પણ ડૉ. રવિન્દ્ર પાટીલ કન્વીનર રહીને સેવા આપી હતી
આજે પરિવાર સાથે ડૉ. રવિન્દ્ર પાટીલ ખેરગામ આવી ને પૂ.પ્રફુલભાઈ શુકલ ના આશીર્વાદ લીધા હતા પ્રફુલભાઈ શુકલ એ ડૉ. રવિન્દ્ર પાટીલ ને શુભાસ્તે પંથા: ના આશીર્વાદ આપ્યા હતા કિશન શુકલ એ મહેમાનો નું સ્વાગત કર્યું હતું