સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શનિવાર, તા. ૧ર ફેબ્રુઆરી, ર૦રર ના રોજ સાંજે ૪:૩૦ કલાકે ‘પોસ્ટ બજેટ એનાલિસિસ ઓન જીએસટી એન્ડ કસ્ટમ’ વિષય ઉપર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વકતા તરીકે લક્ષ્મીકુમારન એન્ડ શ્રીધરનના પાર્ટનર જિગર શાહ અને જોઇન્ટ પાર્ટનર મનિષ જૈન દ્વારા બજેટ પછી જીએસટી અને કસ્ટમ વિશે એનાલિસિસ રજૂ કરવામાં આવશે.
આ વેબિનારમાં જોડાવવા માટે ગુગલ લીન્ક https://bit.ly/34GxhLE ઉપર ફરજિયાતપણે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.