ધર્મ દર્શન

ગોપીપુરા જૈન મંદિરોની તીર્થભૂમિ : પ્રાચીનતા અને પ્રભાવકતાના દસ્તાવેજ તરીકે શ્રી સુરજમંડણ પાર્શ્વનાથ જૈન દેરાસર ભારત ભર માં પ્રચલિત

ઈ.સ.૧૯૮૭માં પાયામાંથી ઉતારી નવું ધુમ્મટવાળું શિખરબંધી મંદિર બનાવવામાં આવ્યું હતું

સુરત ગોપીપુરા એ જૈન મંદિરોની તીર્થભૂમિ છે. પ્રાચીનતા અને પ્રભાવકતાના દસ્તાવેજ તરીકે શ્રી સુરજમંડણ પાર્શ્વનાથ જૈન દેરાસર ભારત ભર માં પ્રચલિત છે. સુભાષચોકના હાથીવાલી ગલીમાં આ મંદિર આવેલું છે. સુરક્ષાની દૃષ્ટિઍ જાઈઍ તો આ મંદિર ૪૦૦ વર્ષ પૂર્વે બનાવવામાં આવ્યું હતું. શિખર વિનાનું આ મંદિર હતું. સમય અને સંયોગોને ધ્યાનમાં લઈ ઈ.સ.૧૯૮૭માં પાયામાંથી ઉતારી નવું ધુમ્મટવાળું શિખરબંધી મંદિર બનાવવામાં આવ્યું હતું.

આ જીનાલાયનો જીરર્ણોધાર આશિર્વાદદાતા તથા જીનાલયના આમૂલ જીરર્ણોધારક જીનશાસન શણગાર પ. પૂ. આ. શ્રી ચંદ્રોદયસૂરિશ્રવરજી મ. સા., સૂરિમંત્ર સમારાધક પ. પૂ. આ. શ્રી અશોકચંદ્રસૂરિશ્રવરજી મ. સા. તથા વ્યાકરણાચાયઁ પ. પૂ. આ. શ્રી સોમચંદ્રસૂરિશ્રવરજી મ. સા. હસ્તે થયું હતું અંદર પ્રવેશતા જ જિનાલયમાં પ્રાચીન શૈલી હૃદયને આકર્ષે છે. રંગ મંડપની કોતરણી સ્થાપત્ય કલાની શ્રેષ્ઠતા શાખ પૂરે છે. આ ભવ્યતમ મંદિરમાં પવિત્ર ઉર્જાની અનુભૂતિ થાય છે.

પરમાત્માનું મુખ જોઈ મનના તમામ તાપ અને સંતાપ શમી જાય છે. સુરજમંડળ પાર્શ્વનાથની શ્વેતવર્ણી નવફણાથી શોભતી પદ્માસનવાળી દિવ્ય પ્રતિમા આજથી ૪૦૦ વર્ષ પૂર્વે વિ.સ.૧૬૭૮ના દિવસે પૂ. ઉપાધ્યાય રત્નચંદ્ર ગણિના વરદ હસ્તે પ્રતિષ્ઠા થઈ હતી. ગોપીનાથ નામના શ્રેષ્ઠિઍ આ પ્રતિમાની પ્રતિષ્ઠાનો લાભ લીધો હતો. તે નામથી જ ગોપીપુરાની ઓળખ થઈ. આવો મંદિરનો ધુમ્મટ સમગ્ર ભારત વર્ષમાં ક્યાંય જાવા નહીં મળે ઍવું ઈતિહાસ કહે છે. આજે આ દેરાસર સુરજ મંડણ પાર્શ્વનાથની બરાબર પાછળના ભાગે પ્રાચીન વેલુ (રેતી,માટી)ના પ્રતિમાજીનું આલંબન લઈ પુજ્ય શાસન પ્રભાવક અકબર બાદશાહના પ્રતિબોધક આ હીરસુરિશ્વરજી મહારાજે સત્વપૂર્ણ સાધના કરી હતી.

આજે ૪૦૦મી સાલગીરીની ઉજવણી કરવાનો જૈન સમાજને લાભ મળ્યો છે. આ અપૂર્વે પ્રસંગે પદ્મભૂષણ વિભૂષિત, રાજપ્રતિબોધક, પૂ. આચાર્ય શ્રી રત્ન સુંદરસુરિજી મ., આ પદ્મસુંદરસુરિજી મ., આ યુગસુંદરસુરિજી મ., પૂ. પંન્યાસપ્રવર પદ્મદર્શનવિજયજી મ. આદિ શ્રમણ-શ્રમણી ભગવંતોની પુનિત નિશ્રામાં પંચાહિનાકા મહામહોત્સવ સ્વરૂપ ભક્તિનો માહોલ રચાશે. સમગ્ર ભારતભરમાં 5000 ચોરસફુટનો સૌથી મોટો રંગમંડપ અને ૧ હજાર વર્ષ પ્રાચીન પરમાત્માની ભવ્ય અને નયન રમ્ય પ્રતિમાજી છે. આ મંદિરમાં ૨૦ હજાર સ્કવેર ફૂટ આરસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સમગ્ર ભારતભરમાંથી ચૂંટેલા ૧૦૦ કારીગરો દ્વારા આ મંદિરનું નિર્માણ થયું છે. ૧૪ લેયરમાં વિવિધ કલાકૃતિઓના દર્શન થાય છે.

૧૧ ફેબ્રુઆરીઍ મહોત્સવનો પ્રારંભ થયો હતો જેમા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા, ૧૨ ફેબ્રુઆરીઍ અષ્ટોતરી પૂજન, ૧૩ ફેબ્રુઆરીઍ રત્નસાગર સ્કૂલમાં પૂ. સરસ્વતી લબ્ધપ્રસાદ આ. શ્રી રત્નસુંદરસુરિજીનું પ્રવચન અને દાદાની ૪૦૦મી સાલગીરીની ધ્વજાનો ચડાવો બોલાવવામાં આવશે. સાથે એ દિવસે બપોરે 12.39 સાહેબ ની નિશ્ર્ માં શક્રસ્ટવ અભિષેક યોજાશે ૧૪ ફેબ્રુઆરીઍ સવારે ૮ઃ૦૦ કલાકે દાદાનો અભિષેક, સવારે ૧૧ઃ૦૦ કલાકે ગુરુદેવોની સાથે ધજાની સ્વાગતયાત્રા અને બપોરે ૧૨ઃ૩૯ કલાકે સુરજમંડણ દાદાની ધ્વજારોહણનો પ્રસંગ ઉજવાશે. સાંજે મહાપૂજા અને પ્રભુભક્તિની રમઝટ બોલાશે.

તા.૧૫ ફેબ્રુઆરીઍ સવારે ૮ઃ૦૦ કલાકે સત્તરભેદી પૂજા અને બપોરે ૧૨ઃ૩૯ કલાકે ધર્મનાથ દાદાની ધ્વજારોહણનો પ્રસંગ ઉજવાશે. પાંચેય દિવસ વિશિષ્ટ સંગીતકારો દ્વારા પ્રભુભક્તિનો અપૂર્વ માહોલ રચાશે શ્રધ્ધાળુઓને હાથીવાળા દેહરાસરના ટ્રસ્ટીગણ તરફથી આ કાર્યક્રમોમાં દર્શનનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button