દેશની પ્રથમ સ્કિલ્સ બેઝ્ડ યુનિવર્સિટી, ટીમલીઝ સ્કિલ્સ યુનિવર્સિટી નો ૮મો પદવીદાન સમારોહ યોજાયો
૪૪ જેટલા વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએટ ડીગ્રી એનાયત કરાઈ

વડોદરા: દેશ ની પ્રથમ એવી વ્યવસાયિક સ્કિલ્સ યુનિવર્સિટી નું જેને બિરુદ મળેલું છે એવી વડોદરા ની ટીમલીઝ સ્કિલ્સ યુનિવર્સીટી ખાતે ૮ મો પદવીદાન સમારોહ યોજાયો હતો. દેશમાં વ્યવસાયિક ડીગ્રી બાબતે ટીમલીઝ સ્કિલ્સ યુનિવર્સિટી ખૂબ જ જાણીતી છે જેમાં ડીગ્રી મેળવ્યા બાદ વિદ્યાર્થીઓ ખૂબ સારી પોસ્ટ પર નોકરી અથવા પોતાનો બિઝનેસ કરી રહ્યા છે જે યુનિવર્સિટીના યશકલગી માં વધારો કરી રહ્યું છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા શૈક્ષણિક સિદ્ધિ મેળવીને સૌકોઈનું ધ્યાન આકર્ષિત કર્યું છે.
પદવીદાન સમારોહની શરૂઆત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પ્રો. ડૉ. એચ.સી.ત્રિવેદી દ્વારા સ્વાગત પ્રવચન અને યુનિવર્સિટીના વાર્ષિક રિપોર્ટ તેમજ મેળવેલ સિદ્ધિ બાબતે રસપ્રદ માહિતી પૂરી પાડી હતી. ત્યારબાદ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રો. ડૉ.અવની ઉમટ દ્વારા વિદ્યાર્થીઓને ડીગ્રી સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા તેમજ તેમણે મુખ્ય પ્રવચન આપ્યું હતું. ચીફ ગેસ્ટ તરીકે પધારેલા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એચ આર વિભાગના વાઇસ પ્રેસિડેન્ટ એવા અનંત ઈન્દુલકર એ પણ પોતાના અનુભવ જણાવ્યા હતા તેમજ વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે શુભકામના આપી હતી. મેનેજમેન્ટ પ્રતિનિધિ નીતિ શર્મા એ પણ તમામ ગ્રેજ્યુએટને અભિનંદન પાઠવ્યા હતા જેની સાથે યુનિવર્સિટી ના પ્રેસિડેન્ટ મનીષ સબરવાલ એ પણ તેમને ઉત્તમ ભવિષ્યની શુભકામના પાઠવી હતી.
૪૪ વિદ્યાર્થીઓ જે ગ્રેજ્યુએટ થયા છે તેમાં બી.બી.એ., બી.કોમ., બિ.સી.એ. તેમજ બી.એસસી. જેવા ક્ષેત્રના વિદ્યાર્થીઓ શામેલ છે. જેમાં ફાઇનાન્સ, માર્કેટિંગ, સ્પોર્ટ્સ મેનેજમેન્ટ, બિઝનેસ ઓપરેશન્સ, સોફ્ટવેર ડેવલોપમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ અને મેડિકલ લેબ ટેકનોલોજી ક્ષેત્રના વિદ્યાર્થીઓ શામેલ છે. ૨૦૨૪-૨૫ માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ૬ વિદ્યાર્થીઓને યુનિવર્સિટી દ્વારા ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.
બરોડા પ્રીમિયર લીગમાં રમવા બદલ કરન ઉમટ નું વિશેષ અભિનંદન
૬ ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીઓમાં દૃષ્ટિ રાઠોડ, કશિષ શર્મા, પુરુરાજસિંહ ઠાકોર, મિત ભગત, હર્ષિત રાઠવા અને કરન ઉમટ નો સમાવેશ થાય છે જે પૈકી કરન ઉમટ એ મેળવેલ સિદ્ધિ સૌથી અનોખી હતી. શૈક્ષણિક અને ક્રિકેટ માં તેમને કરેલ ઉત્કૃષ્ટ દેખાવ બદલ બીસીસીઆઇ દ્વારા અંડર – ૧૬, ૧૯ અને ૨૩ જેવી કેટેગરીની ટુર્નામેન્ટમાં તેમનું સીલેક્સન થયું હતું જેમાં તેમને બરોડાનું પ્રતિનિધિત્વ કરેલ હતું, આ ઉપરાંત નેશનલ ક્રિકેટ એકેડમી ખાતે પણ ટ્રેનિંગ માટે કરન ની પસંદગી થતાં યુનિવર્સિટી દ્વારા તેમનું વિશેષ સન્માન કરાયું હતું.
ગ્રેજ્યુએટ થનાર તમારા ભવિષ્યના લીડર છે:- પ્રોવોસ્ટ પ્રો.ડૉ.અવની ઉમટ
આ પદવીદાન સમારોહ ખાસ છે જેમાં ડીગ્રી મેળવનાર તમામ વિદ્યાર્થીઓ ભવિષ્યના લીડર બનવાની પ્રતિભા રાખે છે. પોતાની પ્રમાણિકતા અને સ્કીલ્સના જોરે તેઓ નવીનતા અને પરિવર્તન લાવી શકવા માટે કડીરૂપ ભૂમિકા ભજવશે.