બિઝનેસસુરત

વિસ્કોસ પર ઇમ્પોર્ડ ડ્યૂટીને પગલે કાપડ 25 ટકા મોંઘુ થશે

સુરતઃ કેન્દ્રના ડાયરેક્ટર જનરલ ઓફ ટ્રેડ રેમેડીઝ દ્વારા વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન પર 5થી 12 ટકા જેટલી એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લગાડવા સંદર્ભે કેન્દ્રના નાણા મંત્રાલયને કરવામાં આવેલી રજૂઆતના સુરતમાં વિસ્કોસ યાર્ન વપરાશકાર કારખાનેદારોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સુરતના કારખાનેદારો વર્ષે દહાડે 50 હજાર મેટ્રીક ટન વિસ્કોસ ફિલામેન્ટ યાર્નની આયાત કરે છે તેના પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગૂ થવાના કારણે કપડું છેવટના ઉપભોક્તા સુધી પહોંચતા પ્રવર્તમાન કિંમત કરતા 25 ટકા જેટલું મોંઘુ થઇ જશે.

ભારતમાં વિસ્કોસ ફિલામેન્ટ યાર્નનું ઉત્પાદન કરતી બે કંપનીઓએ ડીજીટીઆર સમક્ષ કરેલી પીટીશનમાં એવી રજૂઆત કરી છે કે વિદેશથી આવતા વિસ્કોસ ફિલામેન્ટ યાર્નના કારણે તેમના દ્વારા સ્થાનિક સ્તરે ઉત્પાદિત વિસ્કોસ યાર્નની કિંમતના માર (પ્રાઇશ ઇન્જરી) પડે છે, આથી વિદેશથી આવતા વિસ્કોસ યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગૂ કરવી જોઇએ જેથી ભારતીય કંપનીને પ્રાઇશ ઇન્જરી ન થાય અને વિદેશથી આવતું વિસ્કોસ યાર્ન વધુ મોંઘુ થાય તો સ્થાનિક વપરાશકર્તાઓ દેશી યાર્ન ઉત્પાદકોનું યાર્ન ખરીદવાની ફરજ પડે.

આ બાબતને સુરતના વિસ્કોસ વપરાશકર્તા કારખાનેદારોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આજે દિવસભર વીવર્સ આલમના સોશ્યલ મિડીયા ગ્રુપમાં ડીજીટીઆર પર પસ્તાળ પાડતા મેસેજો ફરતા થયા છે. વધુમાં વીવર્સ કારખાનેદારોના વિવિધ સંગઠનો, લોકલ એસોસીએશન મળીને વીસથી વધુ સંસ્થાઓ આગામી દિવસોમાં સામૂહિક રીતે કેન્દ્ર સરકારને રજૂઆત કરશે કે વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગૂ કરવાની ભલામણને સ્વીકારવામાં ન આવે.

બીજી તરફ, જો કેન્દ્રનું નાણા મંત્રાલય ડીજીટીઆરની ભલામણ સ્વીકારીને વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગૂ કરશે તો હાલમાં બજારમાં જે દરે કાપડ વેચાય રહ્યું છે એના ઉપભોક્તાએ 25 ટકા વધુ રકમ ચૂકવવી પડશે. સરવાળે મોંઘવારી વધશે. ઉપભોક્તાને કપડું મોંઘુ લાગશે તો એ સસ્તુ કાપડ તરફ ઢળશે અને જેના કારણે કરોડો રૂપિયાના રેપિયર, એરજેટ જેવા હાઇસ્પીડ વીવીંગ મશીન ઇન્સ્ટોલ કરનારા કારખાનેદારો પાસે કામ નહીં રહે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button