Tata Neu નવા લોન્ચ કરેલા ફિક્સ્ડ ડિપોઝીટ્સ માર્કેટ પ્લેસ સાથે સેવિંગ્સને સુપર ચાર્જ કરે છે

સુરત : ટાટા ડિજિટલે Tata Neu પર તેના ફિક્સ્ડ ડિપોઝીટ્સ માર્કેટપ્લેસના લોન્ચ સાથે રિટેલ ઇન્વેસ્ટમેન્ટ ક્ષેત્રે તેના વિસ્તરણની જાહેરાત કરી છે. આ નવીનતમ પ્લેટફોર્મ સેવિંગ્સ બેંક ખાતાની જરૂર વિના જ 9.1 ટકા સુધીના વ્યાજ દર પર અગ્રણી નાણાંકીય સંસ્થાનોમાં ફિક્સ્ડ ડિપોઝીટ્સમાં રોકાણ કરવા તેના ગ્રાહકોને સશક્ત બનાવે છે.
રોકાણ કરવાનું હવે પહેલા કરતાં વધુ સરળ અને વધુ સુલભ બન્યું છે. માત્ર 10 મિનિટમાં જ Tata Neuના ગ્રાહકો એક સરળ ડિજિટલ પ્રક્રિયા દ્વારા રૂ. 1,000ના જેટલી જ નાની રકમ સાથે તેમના રોકાણની સફર શરૂ કરી શકે છે. આના લીધે તેમની પ્રારંભિક મૂડીને ધ્યાનમાં લીધા વિના જ સૌ કોઈ માટે નાણાંકીય સશક્તિકરણના દ્વાર ખૂલી જાય છે.
ડિપોઝીટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (ડીઆઈસીજીસી) દ્વારા રૂ. 5 લાખ સુધીના બેંક રોકાણોને વીમા કવચ મળેલું છે ત્યારે ગ્રાહકોને સુરક્ષા અને સંપૂર્ણપણે માનસિક શાંતિ મળે છે. ગ્રાહકો વિવિધ રેન્જના ધિરાણ વિકલ્પો માટે સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક, શ્રીરામ ફાઇનાન્સ, બજાજ ફાઇનાન્સ જેવી એનબીએફસી અને બેંકો એમ બંનેમાંથી પસંદગી કરી શકે છે
વધુને વધુ બેંકો Tata Neu પર ફિક્સ્ડ ડિપોઝીટ માર્કેટપ્લેસ સાથે જોડાવા તૈયાર છે. Tata Neu નિયમિત અને પદ્ધતિસર રોકાણો સક્ષમ બનાવવા માટે રિકરિંગ ડિપોઝીટ્સ પણ લોન્ચ કરશે.