બાળકોને તેમની પ્રતિભા દર્શાવવા અને ટકાઉપણું હાંસલ કરવા ટીએમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા તિરંગાની 12મી આવૃત્તિની ઉજવણી કરાઇ
ભારતમાં સસ્ટેનેબિલિટી પ્રાપ્ત કરવાની દિશામાં એક ઇન્ટર સ્કુલ સાંસ્કૃતિક ઉત્સવ યોજાયો
સુરત, ભારતનું ઉજ્જવળ ભવિષ્ય યુવાઓના હાથમાં છે ત્યારે તેઓને ટકાઉ અને મજબૂત ભારત બનાવવા માટે આગળ લાવવામાં આવી રહ્યાં છે. જેના ભાગરૂપે ટી.એમ. પટેલ ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા એક ટકાઉ ભારત બનાવવાના ઉદ્દેશ્ય સાથે વિવિધતા, એકતા અને દ્રઢતાને મનાવવાના ઉદ્દેશ્ય સાથે આંતર-શાળા સાંસ્કૃતિક ઉત્સવ-‘તિરંગા’ની 12મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું.
તિરંગા 2022 ની થીમ “ભારત-સસ્ટેનેબિલિટી પ્રાપ્ત કરવા તરફ” હતી. ટી.એમ. પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આયોજિત આ ઉત્સવમાં શહેરની 12 થી વધુ શાળાઓનું પ્રતિનિધિત્વ કરતા 700થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
અમે તિરંગાની 12મી આવૃત્તિનું આયોજન કરવા માટે અત્યંત ઉત્સાહિત છીએ અને અમને વિદ્યાર્થીઓ અને શાળાઓ તરફથી ઉત્કૃષ્ટ પ્રતિસાદ મળ્યો છે. તિરંગા એ એક પ્લેટફોર્મ છે જે દર વર્ષે બાળકોને તેમની પ્રતિભા દર્શાવવા અને ટકાઉપણું હાંસલ કરવા માટે વૈશ્વિક અને સ્થાનિક સમસ્યાઓ ઉકેલવા માટે તેમની કુશળતાનું ઉદાહરણ આપવા માટે એકસાથે લાવે છે.
ટી.એમ. પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી કે મેક્સવેલ મનોહરના જણાવ્યા અનુસાર, “વિદ્યાર્થીઓને તેમના વય જૂથો અનુસાર પ્રવૃત્તિઓ સોંપવામાં આવી હતી. પ્રિ-પ્રાઈમરી 1 અને પ્રી-પ્રાઈમરી 2 ના વિદ્યાર્થીઓએ ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન “લાઈફ અંડર વોટર”માં ભાગ લીધો હતો, ગ્રેડ 1 અને 2 એ ડ્રોઈંગમાં ભાગ લીધો હતો.
સારું સ્વાસ્થ્ય અને સુખાકારી, કુદરતી સામગ્રીનો ઉપયોગ કરીને જ્વેલરી ડિઝાઇન કરવી, ગ્રેડ 3 થી 5 માં પોસ્ટર મેકિંગ- કોમ્બેટ ગ્લોબલ ચેન્જ, ગ્રેડ 6 થી 12માં પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા રોકવા પર સ્ટ્રીટ પ્લે સહિત ટકાઉ પ્રેક્ટિસ પર વક્તૃત્વ અને પ્રોજેક્ટ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું અને ગ્રેડ 9 થી 12માં મોડેલ મેકિંગ- સોલાર પાવર એન્ડ આર્ટ ઇન્સ્ટોલેશન ઓફ સસ્ટેનેબલ લિવિંગ હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “દર વર્ષે સ્વતંત્રતા દિવસના અવસરે દરેક બાળકમાં છુપાયેલી પ્રતિભાને બહાર લાવવાના વિઝન સાથે તિરંગાનું આયોજન કરવામાં આવે છે અને બાળકોને તેમના સંબંધિત વય જૂથોમાં સ્પર્ધા કરવા અને તેમની કુશળતા પ્રદર્શિત કરવા માટે એક મનોરંજક આંતર-શાળા પ્લેટફોર્મ પુરૂ કરવા માટે છે.”