સુરતઃ ફાયર અને ડિઝાસ્ટર મેનેજમેંટ અંતર્ગત ધ રેડિયન્ટ ઇન્ટર નેશનલ શાળામાં મોકડ્રીલ
ફાયરના સાધનોની પ્રેક્ટિકલ માહિતી આપી વિદ્યાર્થી, શિક્ષકો અને શાળા પરિવારને માહિતગાર કર્યા
સુરતઃ ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં 20 જુલાઈ 2024 ના રોજ વિદ્યાર્થીઓએ આગ લાગવા જેવા આકસ્મિક સંજોગોમાં બચાવ કામગીરી કેવી રીતે કરવી? તેમજ અગ્નિ શામક સાધનો કઈ રીતે ઉપયોગમાં લેવા તે બાબતે શાળાના આચાર્ય , કેમ્પસ ડિરેકટર અને ટ્રસ્ટીગણ દ્વારા ધોરણ 1 થી 12 ના તમામ વિદ્યાર્થીઓ માટે આકસ્મિક ફાયર મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં અડાજણ અને જહાંગીરાબાદ ફાયરસ્ટેશનના હેડ ની સાથે સાથે પોલીસ અને મેડિકલ ટીમને ઈમરજન્સી નંબર પર કોલ કરી બોલાવવામાં આવ્યા હતા. તેમણે તેમના કાર્યને અનુરૂપ બચાવ કામગીરીની મોકડ્રીલ કરી હતી અને અંતમાં ફાયરના સાધનોની પ્રેક્ટિકલ માહિતી આપી. વિદ્યાર્થી, શિક્ષકો અને શાળા પરિવારને માહિતગાર કર્યા હતા.
શાળાના મેનેજિંગ ડિરેક્ટર કિશનભાઈ માંગુકિયાએ આવી સાહસિક પ્રવૃતિ વિધ્યાર્થીમાં ઉતરે એવા ઉદેશથી આ મોકડ્રીલ શાળાના કેમ્પસ ડારેકટર અને આચાર્ય સાથે ચર્ચા કર્યા બાદ આકસ્મિક રીતે યોજી હતી.જેની કોઈ વિદ્યાર્થીઓએ કે શિક્ષકને જાણ ન હતી.અને તેમાં સફળતા મળી હતી.