એજ્યુકેશનગુજરાતસુરતસ્પોર્ટ્સ

એકલ અભિયાન ખેલકૂદ મહોત્સવ 2022 નું શુભારંભ પોલીસ કમિશનરે એ ધ્વજ ફરાવી ને કર્યો

સુરત પોલીસ કમિશનર અજય તોમરે એકલ અભિયાન વનબંધુ પરિષદ અને તાપ્તી વેલી એજ્યુકેશન ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત ગુજરાત સંભાગ કક્ષાની રમતગમત સ્પર્ધાનું ધ્વજ લહેરાવીને ઉદ્ઘાટન કર્યું હતું.

ખેલાડીઓ દ્વારા મશાલ અને પોતપોતાના અંચલો ના ધ્વજને પકડીને ફ્લેગ માર્ચ પાસ્ટ કરવામાં આવી હતી. આ સ્પર્ધામાં ગુજરાત વિભાગના તાપી, ડાંગ નર્મદા, ભરૂચ, મહિસાગર, દાહોદ, હિંમતનગર, પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લામાં ગ્રામ્ય કક્ષાની સ્પર્ધાઓમાંથી પસંદ થયેલ 288 બાલક/ બાલિકાઓ એ ભાગ લીધો હતો. સ્પર્ધામાં પસંદ કરાયેલા ખેલાડીઓ જાન્યુઆરી, 2023માં લખનૌમાં યોજાનારી રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ભાગ લેશે. સ્પર્ધામાં કબડ્ડી, કુસ્તી, લાંબી કૂદ, ​​ઉંચી કૂદ અને દોડનો સમાવેશ થાય છે.

પોલીસ કમિશ્નર અજય તોમરે જણાવ્યું હતું કે, એકલ વનબંધુ પરિષદ વનવાસી બાળકોની પ્રતિભાઓને ગામની બહાર લઈ જઈને તેમને પ્લેટફોર્મ આપવાનું ખૂબ જ પ્રશંસનીય કાર્ય કરી રહી છે. તેમણે એકલ અભિયાનના આ પ્રયાસને અનોખો ગણાવ્યો હતો.

આવતીકાલે તમામ સ્પર્ધાઓની ફાઈનલ બાદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિની ઉપસ્થિતિમાં સમાપન સમારોહ યોજાશે. વનબંધુ પરિષદના મંત્રી શ્રીનારાયણ પેડીવાલે તમામ માહિતી પૂરી પાડી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button