ગુજરાતબિઝનેસસુરત

સુરતમાં સારું ઇન્ફ્રાસ્ટ્રકચર અને કવોલિટી ઓફ લાઇફ છે, આથી સુરતને બ્રાન્ડ બનાવવાની જરૂર છે : ક્રેડાઇના પેનલિસ્ટો

બિઝનેસ પ્રેઝન્ટેશન મિટીંગની સાથે ‘અવેરનેસ એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ ઇન રિયલ એસ્ટેટ ઇન નેકસ્ટ ડિકેડ’વિષે પેનલ ડિસ્કશન યોજાઇ

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની એસજીસીસીઆઇ બિઝનેસ કનેકટ કમિટી દ્વારા ગુરૂવાર, તા. ૧૬ ફેબ્રુઆરી, ર૦ર૩ ના રોજ સાંજે ૬:૦૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે બિઝનેસ પ્રેઝન્ટેશન મિટીંગ તથા એની સાથે સાથે ‘અવેરનેસ એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ ઇન રિયલ એસ્ટેટ ઇન નેકસ્ટ ડિકેડ’વિષે પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પેનલિસ્ટો તરીકે ક્રેડાઇ સુરતના પ્રમુખ સંજય માંગુકીયા, ભૂતપૂર્વ ચેરમેન સુરેશ પટેલ અને ઉપ પ્રમુખ ડો. જિગ્નેશ પટેલે સુરત શહેરના ડેવલપમેન્ટ, રિયલ એસ્ટેટ, જંત્રીમાં વધારો, જીએસટી અને રેરા વિષે પોતપોતાના વિચારો રજૂ કર્યા હતા.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે સુરત એ ટેક્ષ્ટાઇલ, ડાયમંડ અને રિયલ એસ્ટેટ એવા ત્રણ પીલર ઉપર ઉભેલું શહેર છે. સુરતમાં રિયલ એસ્ટેટના ડેવલપમેન્ટ માટે ક્રેડાઇને શ્રેય આપી શકાય તેમ છે. ટેક્ષ્ટાઇલ અને ડાયમંડ એ સુરતનું દિલ અને ધડકન છે. તેમણે ચેમ્બર દ્વારા બાંગ્લાદેશ અને દુબઇ ખાતે યોજાયેલા એકઝીબીશનો વિષે માહિતી આપી હતી. વધુમાં તેમણે કહયું હતું કે, સુરત એ ગારમેન્ટીંગનું હબ બને તે દિશામાં પ્રયાસ કરવામાં આવી રહયો છે.

ચેમ્બર ઓફ કોમર્સના માનદ્‌ મંત્રી ભાવેશ ટેલરે સમગ્ર પેનલ ડિસ્કશનનું સંચાલન કર્યું હતું અને ત્રણેય પેનલિસ્ટોનો પરિચય પણ આપ્યો હતો.

ક્રેડાઇ સુરતના પ્રમુખ સંજય માંગુકીયાએ જણાવ્યું હતું કે, સુરતનું ભવિષ્ય ઘણું ઉજળું છે. કોવિડ– ૧૯ ને કારણે જે પરિસ્થિતિ સર્જાઇ હતી તેને કારણે ઘરમાં કેવી સુવિધા હોવી જોઇએ? તેવું લોકો વિચારતા થયા છે. સુરતમાં ઘણા નવા ડેવલપમેન્ટ આવી રહયાં છે ત્યારે શેરબજારની જેમ રિયલ એસ્ટેટમાં પણ એન્ટ્રી અને એકઝીટ મહત્વના હોય છે. એમાં ડિમાન્ડ એન્ડ સપ્લાય એ સમયને આધિન હોય છે. સુરતમાં નવા વિસ્તારો ડેવલપ થઇ ગયા છે અને લોકો હવે નવા વિસ્તારોમાં ઘરો લઇ રહયાં છે. સુરત શહેર હવે મેટ્રો ટ્રેન, બુલેટ પ્રોજેકટ, સુરત–ચેન્નાઇ એકસપ્રેસ વે, સુરત રેલ્વે સ્ટેશનની કાયાપલટ સાથે મેટ્રો સિટી તરફ આગળ વધી રહયું છે. આથી દેશનું ભવિષ્ય સુરત અને રિયલ એસ્ટેટ બની જાય તેમ કહીએ તો અતિશયોકિત નહીં કહેવાય.

ક્રેડાઇ સુરતના ભૂતપૂર્વ ચેરમેન સુરેશ પટેલે જંત્રી, જીએસટી અને રેરા વિષે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, જંત્રી વધવાને કારણે ઘણા પ્રોજેકટ અસરગ્રસ્ત થઇ જશે. આથી રાજ્યના મુખ્યમંત્રીને કરેલી રજૂઆત બાદ બે મહિનાની રાહત મળી છે. પ્રોપર્ટી ટેક્ષ તેમજ સ્ટેમ્પ ડયૂટી ઘટાડવા માટે પણ રજૂઆત કરાઇ છે અને સ્ટેમ્પ ડયૂટીમાં ઘડાટાની શકયતા જણાઇ રહી છે. તેમણે રેરા કાયદા વિષે માહિતી આપી ઇમ્પેકટ ફી, રેવન્યુ ઇમ્પેકટ અને કન્સ્ટ્રકશન ઇમ્પેકટનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

ક્રેડાઇ સુરતના ઉપ પ્રમુખ ડો. જિગ્નેશ પટેલે જણાવ્યું હતું કે, રિયલ એસ્ટેટમાં જમીન એ રો મટિરિયલ હોય છે અને એને રેવન્યુમાં કન્વર્ટ કરવાની હોય છે. રિયલ એસ્ટેટ એવું ક્ષેત્ર છે કે જે ફિઝીકલમાંથી ફિસ્કલમાં કન્વર્ટ થાય છે. તેમણે કહયું કે, ભારતભરમાં સૌથી સારું મોડલ સુરત શહેરમાં છે. સુરતમાં સેલ્ફ સસ્ટેનેબલ મોડલ છે, જે લોકોને સૌથી સારું ઇન્ફ્રાસ્ટ્રકચર આપે છે. શહેરના વિકાસ માટે ઇન્ફ્રાસ્ટ્રકચર જરૂરી છે. દરેક પ્રકારની સુવિધા સુરતમાં મળી રહે છે. સુરતમાં કવોલિટી ઓફ લાઇફ છે. આથી સુરતને બ્રાન્ડ બનાવવાની જરૂર છે.

ચેમ્બરની એસબીસી કમિટીના ચેરમેન એડવોકેટ પરેશ પારેખે બિઝનેસ પ્રેઝન્ટેશન મિટીંગનું સંચાલન કર્યુ હતું. એસબીસીના કો–ચેરમેન સુમિત ગર્ગે તા. ર૬ ફેબ્રુઆરી ર૦ર૩ના રોજ યોજાનારી એસબીસી ક્રિકેટ પ્રિમિયર લીગ વિષે સભ્યોને માહિતી આપી હતી. એસબીસી કમિટીના એડવાઇઝર તપન જરીવાલાએ આગામી તા. ૧૧ માર્ચ ર૦ર૩ ના રોજ યોજાનારી એસબીસી કોન્કલેવ વિષે માહિતી આપી હતી. એસબીસી કમિટીના કો–ચેરમેન યોગેશ દરજીએ સર્વેનો આભાર માની કાર્યક્રમનું સમાપન કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button