સુરત : શહેરની પ્રખ્યાત રેડિયન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલ, જહાંગીરાબાદએ રાઈફલ શૂટિંગના ક્ષેત્રમાં અવિશ્વસનીય ઊંચાઈ હાંસલ કરીને શાળાનું નામ રોશન કર્યું છે. એર રાઈફલ શૂટિંગ ઓપન અમદાવાદ ડિસ્ટ્રિક્ટ શૂટિંગ કોમ્પિટિશન 2024, વડોદરા ઓપન સાઉથ સેન્ટ્રલ ગુજરાત અને ઓપન ભરૂચ ડિસ્ટ્રિક્ટ શૂટિંગ કૉમ્પિટિશન 2024માં સફળતા મેળવી છે. જેમાં હેત પટેલ અને મારૂ જાનવીએ પોતાની મહેનતથી ધાર્યું પરિણામ હાંસલ કરીને જીત મેળવી હતી. જેમાં હેત પટેલે 2 ગોલ્ડ મેડલ અને એક બ્રોન્ઝ મેડલ અને મારૂ જાનવીએ એક સિલ્વર મેડલ અને એક બ્રોન્ઝ મેડલ જીતીને શાળાનું ગૌરવ વધાર્યું હતું.
આ પ્રસંગે શાળાના મેનેજિંગ ડાયરેક્ટર કિશનભાઈ માંગુકિયા, કેમ્પસ ડાયરેક્ટર આશિષ વાઘાણી અને પ્રિન્સિપાલ તૃષાર પરમાર અને ટ્રેનર તૃપ્તિ શેવાલે વિજેતાને અભિનંદન અને પ્રોત્સાહિત કર્યા હતા.