એજ્યુકેશન

ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષા ફૂટબોલ ટુર્નામેન્ટ માં મેડલ મેળવ્યા

સુરતઃ ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલનાં  વિદ્યાર્થીઓ એસ.જી.એફ.આઈ સંચાલિત રાજ્ય કક્ષા ફૂટબોલ ટુર્નામેન્ટ માં મેડલ મેળવ્યા જે તારીખ ૧ થી ૨૧ નવેમ્બર ૨૦૨૩ દરમ્યાન યોજવામાં આવેલ હતી.

જેમાં ઉગત-કેનાલ રોડ, જહાંગીરાબાદ, સુરત- ૩૯૫૦૦૯ સ્થિત  ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલનાં જી.એસ.ઈ.બી બોર્ડનાં અંગ્રેજી માધ્યમનાં ધોરણ-૧૦માં અભ્યાસ કરતો મેહમુદ ફેઝાન, ધોરણ-૧૧ કોમર્સમાં અભ્યાસ કરતા ભરૂચા ઈબ્રાહીમ અને ગૌસ્વામી રોનકે રાજ્ય કક્ષાએ બોય્ઝ અંદર-૧૭ માં ભાગ લીધેલ હતો, આ ટીમે કાંસ્ય પદક પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું હતું.

તેમજ જી.એસ.ઈ.બી બોર્ડનાં ગુજરાતી માધ્યમનાં ધોરણ-૮માં અભ્યાસ કરતી પટેલ હીર અને ધ્રુવી આહિરે રાજ્ય કક્ષાએ ગર્લ્સ અંદર-૧૪ માં ભાગ લીધેલ હતો. આ સિદ્ધિનો તમામ શ્રેય શાળાનાં ટ્રસ્ટી ગણ, કેમ્પસ ડાયરેકટર, આચાર્યશ્રી, શાળાનાં સ્પોર્ટ્સ કો-ઓર્ડીનેટર અને શાળાનાં ફૂટબોલ કોચ મેહુલ પટેલને જાય છે; જેમણે વિજેતા થયેલ વિદ્યાર્થીમિત્રોને પ્રોત્સાહન પૂરું પાડ્યું તેમજ તેઓને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી કે તેઓ આવી જ રીતે આગળ વધતા રહે અને શાળાનું નામ રોશન કરતાં રહે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button