અર્ચના વિદ્યા નિકેતન શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી

સુરતઃ કમલપાર્ક, કુબેરનગર કોર્નર પાસે, વરાછા, સુરત સ્થિત અર્ચના વિદ્યા નિકેતન શાળા દ્વારા ઓલ્ડ એજ હોમ- ડીંડોલી વૃદ્ધાશ્રમની મુલાકાત ગોઠવવામાં આવી.ધો.11ના વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકો,આચાર્ય,સંચાલક સહિત તમામ સ્ટાફ આ મુલાકાતમાં જોડાયા હતા.ઓલ્ડ એજ હોમ વૃદ્ધાશ્રમના સંસ્થાપક અનિલભાઈ બાગ્લે દ્વારા વિદ્યાર્થીઓને વૃદ્ધાશ્રમ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી.
ધર્મેશભાઈ ગામી (ગૌ રક્ષક) દ્વારા વિદ્યાર્થીઓને પોતાના જીવનમાં માતા પિતાનું મહત્વ,સંસ્થાની સમાજલક્ષી કામગીરી,વૃદ્ધ વ્યક્તિ પ્રત્યેની આપણી જવાબદારી વિશે ખુબ સારી સમજ આપવામાં આવી. આ પ્રસંગે ભરારી ફાઉન્ડેશનના સંસ્થાપક નીતિન સૈંદાને એ પોતાના જીવનના અનુભવ શેયર કર્યા. શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા વિવિધ ગીતો,અભિનય ગીત,ડાન્સ,સત્સંગ રજૂ કરવામાં આવ્યું.
વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ વૃદ્ધ વડીલોને ખૂબ મનોરંજન કરાવ્યું. વડીલોની દુઃખભરી વાતો સાંભળી મોટાભાગના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ભાવવિભોર થયા તેમની આપવીતી સાંભળી સૌની આંખમાં આંસુ આવી ગયાં. વિદ્યાર્થીઓએ તમામ વડીલોને વ્યવસ્થિત ભોજન કરાવી પોતે પણ તેમની સાથે ભોજન લીધું.
વિદ્યાર્થીઓને આ અવિસ્મરણીય વિઝિટ હંમેશા યાદ રહેશે. ઓલ્ડ એજ હોમ વૃદ્ધાશ્રમ સંસ્થાના દરેક વ્યક્તિઓની સેવાકીય કામગીરીથી નિકેતન શાળા પરિવારના દરેક સભ્યો ખુબ પ્રભાવિત થયા. ઓલ્ડ એજ હોમ વૃદ્ધાશ્રમની મુલાકાત લેવા બદલ સંસ્થાના સંસ્થાપકે શાળા પરિવારનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો.



