સુરત
પ્રજાસત્તાક દિન નિમિત્તે સ્પોર્ટ્સ ડે નું આયોજન
અડાજણ સ્થિત શ્રી સ્વામિનારાયણ એચ. વી. વિદ્યાલય શિક્ષણફલક પર જ્ઞાન, શિક્ષણ, અને સંસ્કારોનો ત્રિવેણી સંગમ બની રહી છે. તા. 26 જાન્યુઆરી ના રોજ 74 માં પ્રજાસત્તાક દિન નિમિત્તે શાળા દ્વારા નર્સરી થી ધો. 2 ના ભૂલકાં ઓ માટે SPORTS DAY નું આયોજન વાયબ્રન્ટ કેમ્પસ, માસમાં ખાતે કરેલ.
આ સ્પોર્ટ્સ ઇવેન્ટમાં હર્ડલસ, હુલ્લા હુપ્સ, લેડર્સ, ટનલ્સ, સ્નેક્સ, જેવા આધુનિક ઈકીપમેન્ટ્સ નો ઉપયોગ કરવામાં આવેલ. વિજેતા વિદ્યાર્થીઓને ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ મેડલ એનાયત કરી પ્રોત્સાહિત કરેલ. શાળાના સ્થાપકશ્રી શાસ્ત્રી સ્વામી શ્રી હરિવલ્લભદાસજી અને સંચાલક શ્રી દિનેશભાઈ ગોંડલિયા એ બાળકો અને સમગ્ર શાળા પરિવારને પ્રજા સત્તાક દિન તથા SPORTS DAY ની સફળતા બદલ અભિ નંદન તથા શુભાશિષ પાઠવવામાં આવેલ છે.