બિઝનેસ

એસએમએફજી ઈન્ડિયા ક્રેડિટે છઠ્ઠા પશુ વિકાસ દિવસે 14 રાજ્યોમાં એક લાખથી વધુ પશુઓની સારવાર કરી

સુરત: ભારતની અગ્રણી એનબીએફસીમાં સ્થાન ધરાવતી એસએમએફજી ઈન્ડિયા ક્રેડિટ કંપની દેશભરમાં એક દિવસનો સૌથી મોટો કેટલ કેર કેમ્પ છઠ્ઠો પશુ વિકાસ દિવસ (પીવીડી)નું આયોજન કર્યું હતું. આ કેમ્પ 14 રાજ્યોમાં 460 થી વધુ સ્થળોએ એક જ સાથે યોજવામાં આવ્યા હતા અને એક લાખથી વધુ પશુઓને જરૂરી હેલ્થ કેર સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. આ વર્ષે કંપની એ દેશ ભરમાં સૌથી મોટા એક દિવસીય પશુ સંભાળ કેમ્પ માટે વર્લ્ડ રેકોર્ડ્સ યુનિયન સાથે નવો રેકોર્ડ બનાવ્યો છે.

એસએમએફજી ઈન્ડિયા ક્રેડિટના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર શ્રીશાંતનુ મિત્રા એ જણાવ્યું હતું કે “અમારા ગ્રામીણ ગ્રાહકો માં 90 ટકા થી વધુ મહિલા ઓ છે. પશુઓના કલ્યાણ ઉપરાંત અમે કૌશલ્ય વિકાસ તથા નાણાંકીય શિક્ષણ ને સક્રિય પણે પ્રોત્સાહન આપી એ છીએ અને જે સમુદાયો માં કામ કરી એ છીએ તેમના સર્વાંગી વિકાસમાં પ્રદાન આપી એ છીએ.

ભારતમાં 8 કરોડથી વધુ પરિવારો પ્રત્યક્ષ પણે ડેરી સેક્ટર સાથે જોડાયેલા છે અને તેમાં 70 ટકા હિસ્સો મહિલાઓનો છે. કેટલકેર ઉપરાંત એસએમએફજી ઈન્ડિયા ક્રેડિટે 4- 10 ફેબ્રુઆરી 2024 દરમિયાન દેશભરમાં સમુદાયો માટે 300 થી વધુ હેલ્થકેર કેમ્પ્સનું આયોજન કર્યુ હતુ જેનાથી 30,000થી વધુ લોકોને લાભ થયો હતો. છઠ્ઠા પશુવિકાસ દિવસે સમગ્ર તયા 1,25,000થી વધુ લોકોના જીવન પર પ્રભાવ પાડ્યો હતો. કંપનીના કર્મચારી ઓની ટીમ જે સમગ્ર ભારત દેશના 600 નગરોઅને 65,000 થી વધુ ગામોમાં સેવાઓ પૂરી પાડે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button