આવતીકાલે 75 ટેક્સટાઇલ માર્કેટનો એક સાથે મેગા બ્લડ ડોનેશન અને હેલ્થ ચેકઅપ કેમ્પ
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આંતરરાષ્ટ્રીય રક્તદાતા દિવસ નિમિત્તે સુરત ટેક્સટાઈલ માર્કેટ ખાતે મેગા રક્તદાન કેમ્પ અને આરોગ્ય તપાસણી કેમ્પનું આયોજન કરવામાં આવશે. આવતીકાલે 14મી જૂને શહેરના 75 ટેક્સટાઈલ માર્કેટ દ્વારા રીંગરોડ સાલાસર ગેટ પાસે આવેલી ગુડ લક માર્કેટમાં સવારે 11:00 થી સાંજે 7:00 વાગ્યા સુધી કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
કાપડ માર્કેટના ઈતિહાસમાં પ્રથમ વખત 75 કાપડ માર્કેટ મેગા બ્લડ ડોનેશન કેમ્પ અને હેલ્થ ચેકઅપ કેમ્પનું એક સાથે આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પમાં આંખની તપાસ, એજીસી બ્લડ પ્રેશર ટેસ્ટ, ઉંચાઈ વજન, રેન્ડમ બ્લડ સુગર ટેસ્ટ, એપીઓ 2, ઓપીડી ફાઇલની મફત સુવિધા આપવામાં આવી છે.
મેગા બ્લડ ડોનેશન અને હેલ્થ ચેકઅપ કેમ્પમાં તમામ માર્કેટ એસોસીએશનના હોદ્દેદારો, વિવિધ વેપારી સંસ્થાઓના પ્રતિનિધિઓ, ધાર્મિક સામાજિક સંસ્થાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. વેપારીઓ, કર્મચારીઓ અને કામદારોને વધુમાં વધુ સંખ્યામાં રક્તદાન કરવા અપીલ કરવામાં આવી છે.