સુરત
ગુજરાતનું ગૌરવ એવા સિદ્ધાર્થ દોશીને કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નિતીનભાઈ ગડકરી દ્વારા દિલ્હી ખાતે સન્માન
સુરતી યુવાન સિદ્ધાર્થ દોશી નું અનોખુ સાહસ ભારતની પ્રથમ બિગબેસ મોટર સ્પોર્ટ ડ્રાઇવ યોજાઈ હતી જે લેહ લદાખથી કન્યાકુમારી ૩૮૮૯ કિલોમીટર ૭૩ કલાક મા પૂર્ણ કરી હતી જે મોટર સપોર્ટ ડ્રાઇવમાં સિદ્ધાર્થ દોશીને ભારત મા ત્રીજા અને ગુજરાત મા પ્રથમ ક્રમાંકે સ્થાન મેળવ્યું હતું
જે રેકોર્ડ એશિયા બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને નેપાળ બુક ઓફ રેકોર્ડ મા સ્થાન મળ્યુ હતું સિદ્ધાર્થ દોશી સુરત મા ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા છે અને સામાજીક કાર્યકર તરીકે પોતાની ફરજ સમજી સેવા મા અગ્રેસર જોવા મળે છે
આ યુવાન ને રાજકીય સરકાર ના રાજ્ય અને કેન્દ્ર ના આગેવાનો દ્વારા પ્રોત્સાહન આપી બિરદાવેલ છે આ સાહસ થકી સિદ્ધાર્થ યુવા ઓ માટે પ્રેરણાદાયી બન્યો છે