ધર્મ દર્શન
શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગોપીપુરા અન્નક્ષેત્ર ખાતે ભિક્ષુકો સાથે શોકસભા યોજી
સુરતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું અવસાન થતાં શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગોપીપુરા અન્નક્ષેત્ર ખાતે ભિક્ષુકો સાથે શોકસભા યોજી હતી. બે મિનિટનું મૌન પાડી હીરાબાને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.
શ્રી સહસ્ત્રહણા પાર્શ્વનાથ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ સુરત ખાતે આવેલી સંસ્થા દ્વારા માતૃશ્રી હીરાબાના આત્માને શાંતિ મળે એ ઉદ્દેશથી 2,000 થી વધારે ભિક્ષુકોની જઠર અગ્નિ ને શાંત કરવાનું એટલે કે તેમને ભોજન આપવાનું એક અનોખું કાર્ય કર્યું. જેમાં દાળ ,રોટલી ,શાક ,ભાત મીઠાઈ તેમજ ફ્રૂટ આપવામાં આવ્યા .દરેકે દરેક ભિક્ષુકોએ બે મિનિટ સુધી મૌન રાખી, પોતાના ભગવાનને માતૃશ્રી હીરાબાના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી. આ કાર્યનુ સમગ્ર આયોજન શ્રી સહસ્રફણા પાશ્વૅનાથ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા કરવામાં આવ્યું હતું.