સુરત

મકરસંક્રાંતિના તહેવાર માટે જાહેરનામું, જાહેર રસ્તા પર પતંગ ઉડાવવા, ચાઇનીઝ દોરીનો ઉપયોગ પર પ્રતિબંધ

સુરત: આગામી મકરસંક્રાંતિના તહેવારમાં ગંભીર અકસ્માત બનતા અટકાવવા અને જાહેર જનતાની સલામતી જાળવવા માટે સુરત શહેર પોલીસ કમિશનરશ્રી અજયકુમાર તોમરે એક જાહેરનામું લાગુ કર્યું છે. જે અનુસાર, કોઈ પણ વ્યકિતએ જીવનું જોખમ થાય તે રીતે જાહેર માર્ગ રસ્તા/ ફૂટ પાથ તેમજ ભયજનક ધાબા પર પતંગ ઉડાડવા, પતંગ ઉડાડવા દોરીમાં નાયલોન, સેન્થટીક મટીરીયલ કે સેન્થટીક પદાર્થથી કોટેડ હોય અને નોન-બાયોગ્રેડીબલ હોય તે ચાઇનીઝ દોરી મેળવવા, સંગ્રહ કરવા, વેચાણ કરવા, અને તેનાથી પતંગ ચગાવવા તેમજ કપાયેલ પતંગ/દોરી પકડવા, કોઈ પણ પ્રકારના સેન્થટીક પ્રકારના દોરા, સુતરાઉ દોરા કે બીજા કોઇ પણ પ્રકારના દોરા પર લોખંડનો પાઉડર, કાચનો ભૂકો કે અન્ય કોઇ પણ નુકશાનકારક પદાર્થ ચઢાવવામાં આવ્યો હોય તેવા દોરા મેળવવા, સેન્થટીક મટીરીયલ કોટીંગ થ્રેડ ખરીદવા, સંગ્રહ કરવા, વેચાણ કરવા, ઉપયોગ કરવા કે ઉત્પાદન કરવા, સેન્થટીક માંઝા નાયલોન દોરી અથવા તેના જેવા સેન્થટીક કોટેડ દોરાની આયાત પર, સવારે ૬ વાગ્યાથી ૮ વાગ્યા દરમિયાન પક્ષીઓ તેમના માળામાંથી બહાર તથા પરત આવવાનો સમય હોવાથી તે દરમિયાન પતંગ ઉડાવવા, ચાઇનીઝ તુક્કલ ઉડાવવા, ખરીદવા, આયાત કરવા, વેચાણ કરવા, કબજા કરવા, સંગ્રહ કરવા પર તેમજ જનત્તાને ત્રાસ થાય તે રીતે ખુબ જ મોટા અવાજમા લાઉડ સ્પીકર વગાડવા અને લાગણી દુભાય તે રીતે પતંગ ઉપર ઉશ્કેરણીજનક લખાણો લખવા પ્રતિબંધ ફરમાવ્યો છે.

આ જાહેરનામું સુરત શહેર પોલીસ કમિશનર હેઠળના સમગ્ર વિસ્તારમાં તા.૧૭ ડિસે.૨૦૨૨ થી તા.૧૫ જાન્યુ. ૨૦૨૩ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button