સેમસંગે ત્રીજા ત્રિમાસિકમાં 23 ટકા વેલ્યુ શેર સાથે ભારતની સ્માર્ટફોન બજારમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું : કાઉન્ટરપોઈન્ટ રિસર્ચ
ગુરુગ્રામ, ભારત, 5 નવેમ્બર, 2024: કાઉન્ટરપોઈન્ટ રિસર્ચ દ્વારા જારી ડેટા અનુસાર સેમસંગ 2024ના ત્રીજા સડસડાટ ત્રિમાસિકમાં ભારતમાં મૂલ્ય દ્વારા નંબર 1 સ્માર્ટફોન બ્રાન્ડ બની છે. 2024ના ત્રીજા ત્રિમાસિકમાં ભારતીય સ્માર્ટફોન બજારે સેમસંગ દ્વારા પ્રેરિત સર્વોચ્ચ મૂલ્ય હાંસલ કર્યું છે, જે 23 ટકા બજાર હિસ્સો છે, એમ રિસર્ચ એજન્સીએ જણાવ્યું હતું.
“બજાર પ્રીમિયમાઈઝેશન અને આક્રમક ઈએમઆઈ ઓફરો અને ટ્રેડ-ઈન્સના ટેકા દ્વારા વેલ્યુ ગ્રોથની દ્રષ્ટિએ ઝડપથી બદરાઈ રહી છે. સેમસંગ હાલમાં 23 ટકા હિસ્સા સાથે મૂલ્ય દ્વારા બજારમાં આગેવાન છે, જેણે તેની ફ્લેગશિપ ગેલેક્સી એસ સિરીઝને અગ્રતા આપીને અને તેનો મૂલ્ય પ્રેરિત પોર્ટફોલિયો વધારીને તેનું સ્થાન જાળવી રાખ્યું છે. તેની બજારમાં હાજરીને વધુ મજબૂત બનાવવા માટે સેમસંગ દ્વારા તેના મિડ-રેન્જમાં ગેલેક્સી એઆઈ ફીચર્સ અને એ સિરીઝમાં કિફાયતી પ્રીમિયમ મોડેલો જોડીને ગ્રાહકોને ઉચ્ચ કિંમતના સેગમેન્ટમાં અપગ્રેડ થવા માટે પ્રોત્સાહિત કરી રહી છે,’’ એમ સિનિયર રિસર્ચ એનાલિ,ટ પ્રાચીર સિંહે જણાવ્યું હતું.
ત્રીજા ત્રિમાસિક (જુલાઈ- સપ્ટેમ્બર 2024) દરમિયાન વેલ્યુ ગ્રોથમાં આકર્ષક 12 ટકાનો વર્ષ દર વર્ષ ઉછાળો આવીને એક ત્રિમાસિકમાં સર્વકાલીન વિક્રમ નોંધાવ્યો છે, એમ કાઉન્ટરપોઈન્ટે જણાવ્યું હતું. વોલ્યુમની દ્રષ્ટિએ સ્માર્ટફોન બજાર વર્ષ દર વર્ષ 3 ટકાથી વધી છે, એમ કાઉન્ટરપોઈન્ટ કહે છે.
વેલ્યુ ગ્રોથ વર્તમાન પ્રીમિયમાઈઝેશનના પ્રવાહથી પ્રેરિત છે, જ્યારે વોલ્યુમ ગ્રોથ ફેસ્ટિવ સીઝન બેસવા પૂર્વે પ્રેરિત થઈ હતી. ઓઈએમે પૂર્વસક્રિય રીતે ચેનલો ભરી દીધી હતી, જેને લીધે રિટેઈલરો ગયા વર્ષની તુલનામાં ફેસ્ટિવ સેલની ધીમી ગતિ છતાં ફેસ્ટિવ સેલ્સમાં ધારેલા ઉછાળા માટે ઉત્તમ સુસજ્જ રહે તેની ખાતરી રાખી હતી, એમ રિસર્ચ એજન્સીએ ઉમેર્યું હતું.