સેમસંગ દ્વારા ભારતમાં નવાં ગેલેક્સી વેરેબલ્સ પર આકર્ષક ‘બ્લેક ફ્રાઈડે સેલ’ ઓફર જાહેર
ગુરુગ્રામ, ભારત – ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે તેનાં નવીનતમ ગેલેક્સી વેરેબલ્સ પર આકર્ષક ઓફરોની ઘોષણા કરવામાં આવી છે. આજથી આરંભ કરતાં ગેલેક્સી વોચ અલ્ટ્રા રૂ. 12,000 સુધી ડિસ્કાઉન્ટ પર મળશે. વિશેષ કિંમતોમાં રૂ. 12,000નું ઈન્સ્ટન્ટ કેશ બેક અથવા રૂ. 10,000નું અપગ્રેડ બોનસ સમાવિષ્ટ છે. આ જ રીતે ગેલેક્સી બડ્સ3 પ્રો ખરીદી કરવા માગતા ગ્રાહકોને તુરંત કેશ બેક અથવા રૂ. 5000નું અપગ્રેડ બોનસ મળશે.
ઉપરાંત ગ્રાહકો બહેતર એફોર્ડેબિલિટી ચાહતા હોય તેઓ 24 મહિના સુધી નો-કોસ્ટ ઈએમઆઈનો લાભ લઈ શકે છે. ઉપરાંત નવીનતમ ગેલેક્સી S અને Z સિરીઝ સ્માર્ટફોન્સ ખરીદી કરવા માગતા ગ્રાહકો સેમસંગનાં નવીનતમ વેરેબલ્સ પર રૂ. 18,000 સુધી મૂલ્યની મલ્ટી-બાય ઓફરો ઉપલબ્ધ કરી શકે છે.
અલ્ટિમેટ પરફોર્મન્સ ચાહતા સ્પોર્ટસ અને ફિટનેસના શોખીનો માટે ગેલેક્સી વોચ પોર્ટફોલિયોમાં નવીનતમ અને શક્તિશાળી ઉમેરો ગેલેક્સી વોચ અલ્ટ્રા તૈયાર કરવામાં આવ્યું છે. બહેતર ટકાઉપણું ટાઈટેનિયમ ગ્રેડ 4 ફ્રેમ અને સફાયર ગ્લાસ ડિસ્પ્લે સાથે સમૃદ્ધ ગેલેક્સી વોચ અલ્ટ્રા પાણી અને ધૂળ પ્રતિરોધકતા માટે 10એટીએમ વોટર રેઝિસ્ટન્સ તેમ જ MIL-STD-810H મિલિટરી- ગ્રેડ સર્ટિફિકેશન માટે IP68 રેટિંગથી સમૃદ્ધ છે. ગેલેક્સી વોચ અલ્ટ્રા પાવર સેવિંગ મોડમાં 100 કલાક સુધી રનટાઈમ ઓફર કરે છે.
ગેલેક્સી વોચ અલ્ટ્રા ઉપભોક્તાઓને સેમસંગનું નવું બાયોએક્ટિવ સેન્સર ઉપયોગ કરીને તેમનું કાર્ડિયોવેસ્ક્યલર હેલ્થ બહેતર રીતે સમજવામાં પણ મદદ કરી શકે છે, જે ઓન-ડિમાન્ડ ઈસીજી રેકોર્ડિંગ અને એચઆર એલર્ટ ફંકશન અભિમુખ બનાવીને વિકારી હાઈ અથવા લો હાર્ટ રેટ્સને શોધે છે. સેમસંગે તાજેતરમાં જ ગેલેક્સી વોચીસ માટે સેમસંગ હેલ્થ મોનિટર પર ઈરેગ્યુલર હાર્ટ રિધમ નોટિફિકેશન (આઈએચઆરએન) ફીચર રજૂ કર્યું છે. એપનું બ્લડ પ્રેશર અને ઈલેક્ટ્રોકાર્ડિયોગ્રામ (ઈસીજી) મોનિટરિંગ સાથે જોડતાં આઈએચઆરએન ફીચર એટ્રિયલ ફાઈબ્રિલેશન (એફિબ)ના સૂચક હૃદયના લયને શોધી કાઢે છે, જેથી ઉપભોક્તાઓ તેમના હૃદયના સ્વાસ્થ્ય પર વધુ વ્યાપક રીતે દેખરેખ રાખી શકે છે.
ગેલેક્સી બડ્સ3 પ્રો તેના ઉપભોક્તાઓને સર્વોચ્ચ કક્ષાની હાય-ફાય સાઉન્ડ ગુણવત્તા ઓફર કરે છે અને ક્રાંતિકારી નવી બ્લેડ ડિઝાઈન સાથે આવે છે, જે આખા દિવસના કમ્ફર્ટ સાથે બેજોડ સાઉન્ડ અનુભવ પ્રદાન કરે છે અને સ્ટુડિયો ગુણવત્તાનો સાઉન્ડ પરફોર્મન્સ હાંસલ કરવા નોંધપાત્ર રીતે ઓડિયો બહેતરી પ્રસ્તુત કરે છે. ગેલેક્સી બડ્સ3 પ્રો અત્યાધુનિક, અચૂક હાઈ રેન્જ સાઉન્ડ પ્રોડક્શન અને ડ્યુઅલ એમ્પ્લિફાયર્સ માટે પ્લાનર ટ્વીટર સાથે બહેતર 2-વે સ્પીકર્સ સાથે સુસજ્જ આવે છે.