સુરત

આરપીઆઇના અધ્યક્ષ રામદાસ આઠવલે કાળા વાવટા બતાવનાર દલિત નેતા કુણાલ સોનવણેનો નિર્દોષ છુટકારો

ચાર વર્ષ પહેલાં સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સ બતાવ્યા હતા કાળા વાવટા, ત્રણ સામે ગુનો દાખલ કરાયો હતો

સુરત. ચાર વર્ષ પહેલાં રિપબ્લિકન પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેની પ્રેસ કોન્ફરન્સ માં કાળા વાવટા બતાવી વિરોધ પ્રદર્શન કરનાર દલિત નેતા કુણાલ સોનવણે સહિત ત્રણેય આરોપીઓની કોર્ટમાંથી નિર્દોષ છુટકારો થયો છે.

આ અંગે મળતી માહિતી મુજબ 8 એપ્રિલ, 2018 ના રોજ અઠવાલાઈન્સ સ્થિત સર્કિટ હાઉસ ખાતે આરપીઆઇ ના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં ઉધના રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટ ખાતે રહેતા દલિત નેતા કુણાલ સોનવણે, અમરોલી કોસાડ આવાસ ખાતે રહેતા મનોજ ખંડુજી તાયડે અને આસપાસ ઋષિ નગર ખાતે રહેતા દીપક જીવન સાળવે આરપીઆઇના કાર્યકર્તા બની પ્રેસ કોન્ફરન્સ માં ઘુસી ગયા હતા અને ખિસ્સામાંથી કાળું કપડું કાઢી અને ફરકાવી સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો હતો.

આ મામલે પોલિસે ત્રણેય આરોપી વિરુદ્ધ આઇપીસી ની કલમ 353,355,186 અને 114 હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી. કોર્ટમાં ચાર્જશીટ રજૂ થયા બાદ આ કેસની સુનવણી 20માં અધિક ચીફ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની ચાલી રહી હતી. ફરિયાદ પક્ષ આરોપીઓ સામે લગાવેલા આરોપ નિઃશંકપણે પુરવાર કરવામાં નિષ્ફળ રહ્યું હતું. અંતિમ સુનાવણી બાદ કોર્ટે ત્રણેય આરોપીઓને નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button