ગુજરાતસુરત

સુરત જિલ્લાની ૧૪ વિધાનસભાઓના ૧,૮૦૮ પોલીસ અધિકારી-કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું

ચૂંટણી પંચ દ્વારા સ્પેશ્યલ પોલિંગ ફેસિલીટી અંતર્ગત તા.૨૩ અને ૨૪ નવે.ના રોજ પોલીસ જવાનો માટે વોટિંગ કેમ્પની વ્યવસ્થા

સુરતઃબુધવારઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી-૨૦૨૨માં ચૂંટણી ફરજમાં રોકાયેલા હોય તેવા પોલીસ અધિકારી-કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સુરત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા મુજબ આજે પોલીસ કર્મીઓએ પોસ્ટલ બેલેટ પેપરથી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

વિધાનસભાની ચૂંટણીમાં રોકાયેલા સ્ટાફ માટે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી સ્પેશ્યલ પોલિંગ ફેસિલીટી અંતર્ગત તા.૨૩ અને ૨૪ નવેમ્બરના રોજ પોલિસ જવાનો માટે વોટિંગ કેમ્પની વ્યવસ્થા કરાઈ છે. જે સંદર્ભે સુરત શહેરના પોલીસ તાલીમ ભવન, અઠવાલાઈન્સ ખાતે પોલીસકર્મીઓએ પોસ્ટલ મતદાન માટે સવારથી લાઈન લગાવી હતી.

આગામી તા.૧લી ડિસેમ્બરે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું મતદાન યોજાનાર છે. સુરત જિલ્લાની ૧૪ વિધાનસભા બેઠકના કુલ ૧,૮૦૮ જેટલા ઉચ્ચ પોલીસ અધિકારીઓ-કર્મચારીઓએ પ્રથમ દિને બેલેટ પેપર દ્વારા પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હોવાનું અને તા.૨૪મીના રોજ પણ મતદાન યોજાનાર હોવાનું બેલેટના નોડલ અધિકારીશ્રી જી.એમ.બોરડે જણાવ્યું હતું.

મતદાનના અવસરે પોસ્ટલ બેલેટ પેપર દ્વારા પોલીસ શાખાના ઉચ્ચ અધિકારીઓએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સાથોસાથ સુરત ડિવિઝનના પોલીસ સ્ટેશનના પોલીસ શાખા, પોલીસ હેડ ક્વાર્ટરના માત્ર પોલીસ અધિકારી/કર્મચારીના સ્ટાફે પણ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

કેવી રીતે થાય છે પોસ્ટલ બેલેટથી મતદાન?

           ચૂંટણી ફરજ પરના કર્મચારીઓને તેઓ જે વિધાનસભા મતવિસ્તારના મતદાર તરીકે નોંધાયેલા હોય તેના મતપત્રકો ચાર દિવસ અગાઉ આપી દેવામાં આવે છે. પોતાની પસંદના ઉમેદવારને મત આપી ‘આ મત તેમણે પોતે જ આપ્યો છે’ તેવું બાંહેધરીપત્રક એટલે કે ફોર્મ નં.૧૩ કર્મચારીઓ ભરે છે. આ પોસ્ટલ બેલેટ તેઓ જે તે મતવિસ્તારના રિટર્નીંગ ઓફિસરોને આપી દે છે. આગામી તા.૮મી ડિસેમ્બરે મતગણતરી યોજાશે ત્યારે રિટર્નીંગ ઓફિસર સૌપ્રથમ આ કર્મચારીઓના મતોની ગણતરી કરશે અને તે મુખ્યમતોમાં ઉમેરી દેવાશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button