નેશનલસુરત

યાર્નના કાચા માલ એમઈજી અને પીટીએની શોર્ટેજ, યાર્ન ઉત્પાદન પર અસર

એમઈજી પીટીએની ભારતમાં દર મહિને દોઢ લાખ ટનની શોર્ટેજ છે

સુરત : એમઈજી અને પીટીએમાંથી ચિપ્સ બનાવવામાં આવે છે. આ ચિપ્સમાંથી એમએમએફ (મેન મેડ ફાઈબર) અને પ્લાસ્ટિકની પાણીની બોટલો બનાવવામાં ઉપયોગ થાય છે. ભારતમાં ઉત્પાદીત થતી ચિપ્સમાંથી 5 ટકા પાણીની બોટલો બનાવવામાં અને 90 ટકા કાપડ બનાવવામાં ઉપયોગ થાય છે. એમઈજી પીટીએની ભારતમાં દર મહિને દોઢ લાખ ટનની શોર્ટેજ છે. જેના કારણે યાર્ન બનાવતી કંપનીઓની કન્ટીન્યુ પ્રોસેસ લાઈન પર અસર પડી છે અને અનેક કંપનીઓ દ્વારા કન્ટીન્યુ પ્રોસેસ લાઈન એટલે કે, ઉત્પાદન પર કાપ મુકી દેવામાં આવ્યો છે.

સુરત અને દક્ષિણ ગુજરાતની અંદાજીત 30થી 40 કંપનીઓ દ્વારા યાર્નના રો મીટીરીયલ્સ એમઈજી અને પીટીએના શોર્ટ ફોલને કારણે 30થી 40 ટકા સુધી યાર્ન ઉત્પાદન પર કામ મુક્યો છે. ભારતાં એમઈજી અને પીટીએ મળીને અંદાજીત 40 ટકા જેટલી શોર્ટ સપ્લાય હતી પરંતુ શોર્ટ સપ્લાય પુરી કરવા માટે ચાઈનાથી મટીરીયલ્સ મંગાવવામાં આવતું હતું. પરંતુ ગત ઓક્ટોબર નવેમ્બર મહિનામાં ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર (ક્યુસીઓ)નું અમલીકરણ થઈ ગયું છે. જેના કારણે વિદેશથી મંગાવવામાં આવતા જથ્થા પર બ્રેક લાગી છે.

જેની અસર યાર્ન ઉત્પાદન પર પડી છે અને યાર્ન ઉત્પાદકોને કિ-રોમટીરીયલ્સ એમઈજી અને પીટીએ મળતું નથી જેથી યાર્નના ઉત્પાદનમાં 30થી 40 ટકા જેટલો કાપ મુક્યો છે. આવી સ્થિતિ રહેશે તો આગામી દિવસોમાં યાર્નના ભાવોમાં વધારો થશે વિવિંગ અને નિટિંગ ઈન્ડસ્ટ્રીએ અઠવાડિયામાં 2 દિવસની રજા રાખવાની નોબત આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button