અમદાવાદઃ અમદાવાદ સ્થિત કોરોના રેમિડિઝ ફાર્માસ્યુટિકલ કંપની, જે લોકોના સારા સ્વાસ્થ્ય માટે સમર્પિત છે. તેમણે એક જ સપ્તાહમાં બાયોથેસિઓમીટર દ્વારા પેરિફેરલ ન્યુરોપથી માટે સૌથી વધુ સંખ્યામાં દર્દીઓની તપાસ કરીને એશિયા રેકોર્ડ બનાવ્યો છે.
એશિયા બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા માન્યતા પ્રાપ્ત આ નોંધપાત્ર સિદ્ધિ 5થી 11 મે દરમિયાન પૂર્ણ કરવામાં આવી હતી. જે વૈશ્વિક સ્તરે ન્યુરોપેથી જાગૃતિ સપ્તાહ તરીકે મનાવવામાં આવે છે. આ સિદ્ધિ સ્વાસ્થ્ય જાગૃતિના મહત્વને રેખાંકિત કરે છે અને સંકલિત સ્વાસ્થ્ય પ્રયાસોના અસર પર પ્રકાશ પાડે છે.
કોરોના રેમિડિઝની ટીમે સપ્તાહ દરમિયાન સમગ્ર ભારતમાં ન્યુરોપથી તપાસ અંગે શિબિરો યોજી હતી. જેમાં 1,231 તબીબોની મદદથી 21,012 દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. આ પહેલ કંપનીના “મિશન હીલ ઈન્ડિયા”નો એક ભાગ હતો. જેમાં સ્થાનિક આરોગ્યસંભાળ સાથે સંકળાયેલા, દવાખાના અને હોસ્પિટલ, અર્બન કોમ્યુનિટી સેન્ટરના અધિકારીઓ જોડાયા હતા.
કોરોના રેમિડિઝના પ્રમોટર અને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી નીરવ કે મહેતાએ જણાવ્યું હતું કે, “આ રેકોર્ડ જાગરૂકતા વધારવા અને હજારો લોકો જે આ રોગથી પીડાય છે તેમને પ્રારંભિક નિદાન પ્રદાન કરવા વિશે છે. અમે સંપૂર્ણ વર્ષ દરમિયાન નિમયમિત રીતે પેરિફેરલ ન્યુરોપથીની તપાસ કરવા માટે કાર્યરત છીએ. જેનો ઉદ્દેશ વધારેમાં વધારે દર્દીઓને તેમની સ્થિતિથી માહિતગાર કરી શકાય. અમે વ્યાપક તબીબ સમુદાયના સમર્થન સાથે ‘મિશન હિલ ઈન્ડિયા’ દ્વારા દર્દીઓના જીવનમાં કાયમી પરિવર્તન લાવવાનું લક્ષ્ય રાખીએ છીએ.”
પેરિફેરલ ન્યુરોપથીથી વૈશ્વિક સ્તરે લાખો લોકો પીડાય છે. છે, ખાસ કરીને ડાયાબિટીસ, અંતસ્ત્રાવી વિકૃતિઓ અથવા વિટામિન B12ની ઉણપ ધરાવતા લોકોમાં જોવા મળે છે. ન્યુરોપથી થવાના મુખ્ય પરિબળ ખોરાક લેવાની આદત, ખાસ કરીને ચુસ્ત શાકાહારી હોવાની આદત વિટામિન B12 અને વિટામિન Dની ઉણપ તરફ દોરી જાય છે, ભારે પ્રમાણમાં આલ્કોહોલનું સેવન, ઝેરના સંપર્કમાં, અમુક દવાઓની આડઅસર અને આનુવંશિક વિકૃતિઓ છે.
પ્રારંભિક તપાસથી અસરકારક સારવાર કરી શકાય છે, ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓમાંથી 50 ટકા ન્યુરોપથી એસિમ્પટમેટિક રહે છે. જો સમયસર સારવાર ન મળે તો પગના અલ્સર જેવી ગંભીર સમસ્યા સર્જાઇ શકે છે, અને અંગ કાપનાની પણ ફરજ પડી શકે છે.
જાગરૂકતા વધારવા સાથે આ અનોખી પહેલ મહામારી સંબંધી જાણકારીઓ પ્રદાન કરે છે. એક નોંધપાત્ર તારણ એ છે કે અન્ય દર્દીઓ કરતા ડાયાબિટીસના દર્દીઓમાં ગંભીર ન્યુરોપથીનો વ્યાપ 2.67 ગણો અને મધ્યમ ન્યુરોપથી 2.56 ગણો વધુ છે.
એશિયા બુક ઓફ રેકોર્ડ્સ એ એશિયા દેશો માટે અગ્રણી રેકોર્ડ છે, જે વર્લ્ડ રેકોર્ડ્સ યુનિયન હેઠળ કાર્યરત છે. તે વિયેતનામ, નેપાળ, કંબોડિયા, ભારત, ઇન્ડો-ચીન, બાંગ્લાદેશ, યુએસ, યુક્રેન બુક અને ઇન્ડોનેશિયા સહિત વિવિધ રાષ્ટ્રીય રેકોર્ડ બુક્સ સાથે નજીકથી સહયોગ કરે છે. જેનું હેડક્વાર્ટર ભારત અને વિયેતનામમાં આવેલું છે.