સુરત

મુંબઇ ખાતે યોજાયેલા SGCCI આર્ટ એકઝીબીશનનું સમાપન, દેશભરમાંથી કલા રસિકોએ પ્રદર્શન નિહાળ્યું

આવતા વર્ષે મુંબઇ, અમદાવાદ અને નવી દિલ્હી એમ ત્રણ સ્થળે SGCCI આર્ટ એકઝીબીશન યોજાશે

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા તા. ૧૧થી ૧૭ જૂન, ર૦ર૪ના રોજ સવારે ૧૧:૦૦થી સાંજે ૭:૦૦ વાગ્યા દરમ્યાન નહેરુ સેન્ટર આર્ટ ગેલેરી – ડિસ્કવરી ઓફ ઇન્ડિયા બિલ્ડિંગ, ડો. એનીબેસન્ટ રોડ, વરલી, મુંબઇ ખાતે SGCCI આર્ટ એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું ગતરોજ સમાપન થયું હતું. દેશભરમાંથી કલા રસિકોએ આ પ્રદર્શનને નિહાળ્યું હતું.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, તા. ૧૧થી ૧૭મી જૂન સુધી ચાલેલા આર્ટ એકઝીબીશનમાં સુરત ઉપરાંત અમદાવાદ, વડોદરા, દમણ અને મુંબઇના કુલ ૪૩ કલાકારોએ ભાગ લીધો હતો. આ કલાકારો દ્વારા બનાવવામાં આવેલી ઓઇલ પેઇન્ટીંગ, એક્રેલીક પેઇન્ટીંગ, સ્કલ્પચર્સ, ફોટોગ્રાફી અને પેન્સીલ ડ્રોઇંગ વિગેરે જુદી–જુદી કેટેગરીના આર્ટનું આ એકઝીબીશનમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રૂપિયા ૧પ હજારથી લઇને રૂપિયા ૧ લાખ સુધીની પેઇન્ટીંગ અહીં પ્રદર્શિત કરવામાં આવી હતી.

આર્ટ એકઝીબીશનની દેશભરમાંથી કલા રસિકોએ મુલાકાત લીધી હતી અને ઘણા કલાકારોની પેઇન્ટીંગ્સની ખરીદી કરી હતી, આથી કલાકારોને તેમની કલા અને મહેનતનું યોગ્ય વળતર પણ મળ્યું હતું. જેથી કરીને હવે આવતા વર્ષે સુરત ઉપરાંત દેશભરના કલાકારોને પ્લેટફોર્મ પૂરું પાડવા તેમજ તેઓને પ્રોત્સાહન આપવાના હેતુથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મુંબઇ, અમદાવાદ અને નવી દિલ્હી એમ ત્રણ સ્થળે SGCCI આર્ટ એકઝીબીશનનું આયોજન કરવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button