“રામની સંસ્કૃતિ એ સમાજમાં સેતુ બાંધવાના કાર્ય કર્યા છે.”-પ્રફુલભાઇ શુક્લ
કોટિયાકનગર રાંદેર રોડ પર રાષ્ટ્ર સેના દ્વારા આયોજીત ગૌશાળા ના લાભાર્થે કથાકાર પ્રફુલભાઈ શુક્લ ની ૮૨૫ મી શ્રી રામકથા માં આજે આઠમા દિવસે રામેશ્વર પૂજા ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.રામેશ્વર મહિમાનું વર્ણન કરતા કથાકાર પ્રફુલભાઇ શુકલ એ કહ્યું હતું કે ક્ષણમાં રીઝે તે શિવ અને ક્ષણમાં રિસાઈ જાય તે જીવ છે.શિવ જગતનું ઝેર પીવે છે જ્યારે જીવ ઝેર ફેલાવે છે શિવ અખંડાનંદ છે જ્યારે જીવ ક્ષણભંગુર છે.સમુદ્રને કિનારે રામજી બોલ્યા છે કે જે રામેશ્વર નું દર્શન કરશે તે શરીર છોડીને મારા લોકમાં નિવાસ કરશે.જે શિવલીંગ ઉપર ગંગાજળ ચડાવશે તે આ લોકના સુખ ભોગવીને સાયુજ્ય મુક્તિ પામશે.
આજનો નવચંડી યજ્ઞ શ્રી જતીનભાઇ દેસાઈ (કતારગામ) ના હસ્તે સંપન્ન થયો હતો.આ પ્રસંગે ભગવાન રામેશ્વર નો અભિષેક ૧૧ રસ થી શ્રી વિનોદભાઈ જૈન , વિજયભાઈ ગૌસ્વામી , પ્રણયભાઈ રાજપુત , પરેશભાઈ ઢકાન , સુરેશભાઈ પટેલ , તરુણભાઈ હરસોરા , ક્રિષ્નાબેન ભાવેશભાઈ પટેલ , સુધાબેન મુકેશભાઈ પટેલ , નવીનતાબેન , હંસાબેન મોરાવાલા , વસુમતીબેન મિસ્ત્રી , વનિતાબેન શાહ , દક્ષાબેન પટેલ કરવામાં આવ્યો હતો.આવતીકાલે કથાને નવરાત્રી અનુષ્ઠાન અને રામ કથા ને વિરામ આપવામાં આવશે.