એન્ડપિક્ચર્સ પર છત્રીવાલીના વર્લ્ડ ટેલિવિઝન પ્રિમિયરની સાથે રાકુલ પ્રીત સિંઘ તમને ખૂબ જ હસાવશે
આ સપ્તાહને અંતે, તૈયાર થઈ જાઓ હાસ્યના તોફાન માટે, કેમકે, શનિવાર રાત્રે 10 વાગે એન્ડપિક્ચર્સ પર છત્રીવાલીના વર્લ્ડ ટેલિવિઝન પ્રિમિયરની સાથે રાકુલ પ્રીત સિંઘ તૈયાર છે દર્શકોને હસાવવા તથા તેમના ઉત્સાહમાં વધારો કરવા માટે.
એક એવા સમયમાં જ્યાં કોમેડીમાં એ તાકાત છે કે, તે એક સકારાત્મક અસર ઉભી કરી શકે છે, છત્રીવાલીએ એક
એવી ફિલ્મ છે, જેમાં મહત્વના સામાજિક મુદ્દાને સંબોધવા માટે રમૂજનો ઉપયોગ કર્યો છે. અત્યંત પ્રતિભાશાળી
અભિનેત્રી રાકુલ પ્રિત સિંઘની સાથે સુમીત વ્યાસ જોવા મળશે, આ ઉપરાંત અન્ય કલાકારોમાં રાજેશ તૈલંગ અને
સતિષ કૌશિક પણ અગ્રણી ભૂમિકામાં છે. તેજસ પ્રભા વિજય દેઓસ્કર દ્વારા ડિરેક્ટ છત્રીવાલીએ એક સંપૂર્ણ
મનોરંજક ફિલ્મ છે, જે તમને હસાવશે અને કેટલાક અદ્દભુત પફોર્મન્સની સાથે તમને જોરદાર કોમેડીનો અનુભવ
કરાવશે.
તેની અલગ જ વિષયની પસંદગી સાથેની ફિલ્મો કરવા માટે જાણીતિ રાકુલએ આ ફિલ્મનો પાયો છે, જે ફિલ્મમાં તેના
પાત્ર દ્વારા આત્મવિશ્વાસ અને ઉર્જા લાવે છે, “છત્રીવાલીમાં અમે એક મહત્વના વિષયને સ્પર્શી રહ્યા છીએ, કે તે
ઉપદેશને બદલે એટલી મનોરંજક બની રહે. શરૂઆતમાં ડિરેક્ટર માટે કેટલાક પ્રશ્નો હતો, કેમકે મને લાગતું હતું કે, આ
વિષયને સંવેદનશીલતા સ્પર્શવું જરૂરી હતું.
એક વખત અમે ચર્ચા કરી અને મારી બધી જ શંકાઓ દૂર થઈ ગઈ. આ ફિલ્મ કરવા માટે હું એટલા માટે તૈયાર થઈ
હતી કેમકે તેની સ્ક્રિપ્ટ ખૂબ જ સ્પષ્ટ હતી. સંવેદનશીલ વિષયને એક રમૂજી રીતે રજૂ કરવામાં આવ્યો છે.
છત્રીવાલીએ દરેકે જોવી જોઈએ. આશા રાખું છું કે, દર્શકો પણ એન્ડપિક્ચર્સ પર તેને જોશે અને ફિલ્મને એટલી જ
માણશે, જેટલી અમે તેને બનાવતી વખતે માણી હતી.”
સુમિત વ્યાસ જે, રિષી કાલરાનું પાત્ર કરી રહ્યો છે, તે અત્યંત આત્મવિશ્વાસુ અને નિશ્ચયાત્મક છે. આ ફિલ્મ વિશે તે
કહે છે, “જ્યારે છત્રીવાલીની સ્ક્રિપ્ટ મારી પાસે આવી તો હું અવાક થઈ ગયો. મારી અત્યાર સુધીની કારકીર્દીની મારી
પાસે આવેલી સૌથી થ્રિલિંગ અને સુંદર સ્ક્રીપ્ટ હતી.
આ ફિલ્મમાં એક એવા વિષય વિશે ચર્ચા કરવામાં આવી છે,
જેના પર સામાન્ય રીતે ચર્ચા થતી નથી અને ખૂબ જ વિચારી વિચારીને બોલવામાં આવે છે. આ ફિલ્મની સાથે, અમે
કોઈપણ બાબતનો પ્રચાર કર્યા વગર આ વાતચીતને સામાન્ય બનાવીને મનોરંજક રીતે રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે.
એન્ડપિક્ચર્સ પર તેના વર્લ્ડ ટેલિવિઝન પ્રિમિયરની સાથે હું અમારી ફિલ્મ દર્શકોને બતાવવા માટે ખૂબ જ ઉત્સાહિત
છું.”
મિલેગા એન્ટરટેઇન્મેન્ટ કા ભરપૂર ડોઝ, આ સપ્તાહને અંતે છત્રીવાલીની સાથે, ક્યું કી લોગોં કો સમજના હૈં ઇક
આર્ટ ઔર ઇસમે સાન્યા હૈં ફૂલ ઓન સ્માર્ટ. ક્યા સાન્યા અપને અંદાઝ મેં કર પાયેંગી લોગોં કો કન્વિન્સ? જૂઓ છત્રીવાલીનું વર્લ્ડ ટેલિવિઝન પ્રિમિયર આ શનિવારે ફક્ત એન્ડપિક્ચર્સ પર