એજ્યુકેશન

પી. પી. સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલનાં વિદ્યાર્થીઓએ ધોરણ બારમાંની બોર્ડ પરીક્ષામાં સફળતાનું નવું શિખર જ શેર કર્યું

SSCE નું પરિણામ ૨૦૨૧-૨૨ શ્રેષ્ઠ પરિણામોની પરંપરા જાળવતી શિક્ષણ જગતની અગ્રણી એક માત્ર સંસ્થા પી.પી. સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ ( CBSE ) અબ્રામા જ છે. આ વર્ષે પણ તેમણે પોતાની પરંપરા જાળવી અને અહીનાં વિદ્યાર્થીઓએ સફળતાનો પરચમ સમગ્ર સુરત શહેરમાં લહેરાવ્યો છે.

‘ શિક્ષા જ બધી સફળતાની જનની છે. ’ – વલ્લભભાઇ સવાણી

સુરત, ડાયમંડ શહેર સુરતની જીવનધારા સમાન તાપી નદીનાં કિનારે આવેલ અને શિક્ષણ જગતની શ્રેષ્ઠ સંસ્થા પી. પી. સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ અબ્રામાનાં વિદ્યાર્થીઓએ CBSE – 2022 ની ધોરણ બારમાંની બોર્ડ પરીક્ષામાં સફળતાનું નવું શિખર જ શેર કર્યું છે. આ સ્કુલનાં તારલાઓએ જ્વલંત સફળતા મેળવી અને પી. પી. સવાણી પરિવારનું નામ સમગ્ર ગુજરાતમાં રોશન કરેલ છે.
આ વર્ષે ધોરણ બારમાં કુલ ૨૦૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલ હતી. તેમાંથી

A 1 ગ્રેડ મેળવેલ વિદ્યાર્થીઓ ૧૨ છે . A 2 ગ્રેડ મેળવેલ વિદ્યાર્થીઓ ૬૩ છે.

૧૦૦ માંથી ૧૦૦ ગુણ શારીરિક શિક્ષણ વિષયમાં પ્રાપ્ત કરેલ વિદ્યાર્થી અંશ ભાવેશભાઈ ભલાલા છે.
આ તમામ વિદ્યાર્થીઓની સફળતા પાછળ પી. પી. સવાણી પરિવાર, શાળાનાં ઉર્જાવાન આચાર્ય અને અધ્યાપકોની કઠોર તપસ્યાનું જ પરિણામ છે. જેથી આજે સુરત મહાનગરમાં આ શાળાનું નામ ગુંજતું થઈ ગયું છે. આ તમામ વિદ્યાર્થીઓને પી. પી. સવાણી પરિવાર, આચાર્ય અને અધ્યાપકો તરફથી ખુબ ખુબ અભિનંદન પાઠવતા હર્ષની લાગણી અનુભવાય છે કે, જેમણે પોતાની આગવી મહેનત , ખંત અને પ્રતિભાથી આ સ્કુલનું જ નહીં પણ સમગ્ર પી. પી. સવાણી પરિવારનું નામ રોશન કરેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button