બિઝનેસસુરત

ચેમ્બરના ‘સ્પાર્કલ’પ્રદર્શનને જબરજસ્ત પ્રતિસાદ, ૯ હજારથી વધુ વિઝીટર્સે મુલાકાત લેતા જ્વેલર્સને ઘણા સારા ઓર્ડર્સ મળ્યાં

નવા રિયલ રૂબી અને રિયલ પોલ્કીમાં હાઇ કવોલિટી જ્વેલરી, રોઝ ગોલ્ડ જ્વેલરી, જળાઉ કુંદન પોલ્કી જ્વેલરી તથા વિકટોરિયન જ્વેલરીની લોકોએ ખરીદી કરી

સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તા. રપ, ર૬ અને ર૭ ઓગષ્ટ, ર૦ર૩ દરમ્યાન સવારે ૧૧:૦૦ થી રાત્રે ૮:૦૦ કલાક સુધી પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ, અઠવા લાઇન્સ, સુરત ખાતે ‘સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન– ર૦ર૩’યોજાયું હતું, જેને લોકોનો જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો.

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બીટુસી ધોરણે યોજાયેલા સ્પાર્કલ એકઝીબીશનને કારણે સુરતની જ્વેલરી બ્રાન્ડને પ્રમોશન માટે સારું પ્લેટફોર્મ મળ્યું હતું. લોકોને એકજ સ્થળેથી સુરતની જ્વેલરીની નવી ડિઝાઇન જોવાનો અને ખરીદવાનો મોકો મળ્યો હતો. એનઆરઆઈ સિઝનને કારણે વિદેશથી આવેલા બિન નિવાસી ભારતીયોએ ત્રણ દિવસ દરમિયાન સ્પાર્કલની મુલાકાત લીધી હતી, જેનો સીધો લાભ જ્વેલર્સને મળ્યો હતો. જેને કારણે જ્વેલર્સને ઘણી ઇન્કવાયરી જનરેટ થઇ હતી અને ઘણા સારા ઓર્ડર્સ તેઓને મળ્યા હતા.

સ્પાર્કલ એકઝીબીશનમાં નવા રિયલ રૂબી અને રિયલ પોલ્કીમાં હાઇ કવોલિટી સાથેની જ્વેલરી પ્રદર્શનમાં મુકાઇ હતી. બ્રાઇડલ માટે નવી ટ્રેન્ડીંગ જ્વેલરીનું પ્રદર્શન કરાયું હતું. પોલ્કીના નવા કલેકશને ગ્રાહકોને આકર્ષ્યા હતા. હેરીટેજ જ્વેલરી અને સિલ્વર જ્વેલરીને પણ ગ્રાહકોએ પસંદ કરી હતી. સ્પાર્કલ પ્રદર્શનમાં ઇન્ડો ઇટાલિયા જ્વેલરીને નવા સ્વરૂપ તરીકે લોન્ચ કરાઇ હતી અને તેને પણ ગ્રાહકોએ પસંદ કરી હતી. રોઝ ગોલ્ડ જ્વેલરી, જળાઉ કુંદન પોલ્કી જ્વેલરી તથા વિકટોરિયન જ્વેલરીની લોકોએ ખરીદી કરી હતી.

એનઆરઆઈ સિઝનને કારણે સુરતની જ્વેલરી બ્રાન્ડને ગ્લોબલી માર્કેટ મળવાની શરૂઆત થઇ ગઈ છે. આ ઉપરાંત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ખાસ આમંત્રિત કરાયેલા ૬૦૦થી વધારે પરિવારોએ સ્પાર્કલની મુલાકાત લઈને લગ્ન પ્રસંગો માટે જ્વેલરી ખરીદી હતી.

આ એકઝીબીશનમાં નેપાળથી પણ કેટલાક ગ્રાહકોએ આ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. જ્યારે દેશના વિવિધ શહેરો જેવા કે નવી દિલ્હી, હૈદરાબાદ, મુંબઈ, પુણે, જયપુર, પશ્ચિમ બંગાળ, કોલકાતા,, ચેન્નાઇ, ગુડગાવ, ઓરિસ્સા, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બેંગલોર, પંજાબ, બરેલી, વલસાડ, ગાંધીધામ, જામનગર, નવસારી, રાજકોટ, અમરેલી, ભાવનગરથી ત્રણ દિવસ દરમિયાન કુલ ૯૦૩૮ મુલાકાતીઓએ સ્પાર્કલ પ્રદર્શનની મુલાકાત લીધી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button