સુરત- રાજસ્થાન મહાસભા દ્વારા રાજસ્થાન દિવસ નિમિત્તે ગોડાદરામાં રાધા માધવ ટેક્સટાઈલ માર્કેટ પાસેના મરુધર મેદાન ખાતે આજે સાંજે 6 વાગ્યાથી “મ્હારો માન રાજસ્થાન” નો ભવ્ય કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
કાર્યક્રમમાં રાજસ્થાનના પ્રખ્યાત લોકગાયકો પ્રકાશ માલી અને આશા વૈષ્ણવ પોતાની કલા રજૂ કરશે. કાર્યક્રમમાં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને રાજસ્થાનની સંસ્કૃતિનું જીવંત નિરૂપણ કરવામાં આવશે. આયોજકોએ જણાવ્યું કે આ ઐતિહાસિક કાર્યક્રમની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
પ્રવેશદ્વાર ભવ્ય હશે
સભા સ્થળને સંપૂર્ણ રાજસ્થાની થીમ પર શણગારવામાં આવ્યું છે અને મુખ્ય પ્રવેશદ્વારને કિલ્લા અને મહેલના રૂપમાં શણગારવામાં આવ્યો છે. મુખ્ય મહેમાનોનું સ્વાગત રાજસ્થાનના પરંપરાગત નૃત્ય સાથે કરવામાં આવશે.