વિના મુલ્યે મેગા હેલ્થ ચેકઅપ મેડીકલ કેમ્પનું આયોજન
મેડીકલ – ચેકઅપ કેમ્પ લાયન્સ કલબ ઓફ લિંબાયત, બ્રહ્મકુમારી તથા છત્રપતિ શિવાજી મહારાજ જનરલ હોસ્પિટલ દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે શહેરના લિંબાયતના સંજય નગર ખાતે વિના મુલ્યે મેગા હેલ્થ ચેકઅપ મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.સવારે 10 થી બપોરે 3 વાગ્યા સુધી મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતુ.
જેમાં હાંડકામાં કેલ્શિયમની માત્રા, લોહીમાં સુગરની માત્રા, ઈસીજી, હિમોગ્લોબીન, બ્લડ ગૃપ, બ્લડ પ્રેશર સહિતની લોકોમાં તપાસ કરવામાં આવી હતી. આ મેડીકલ ચેકઅપ કેમ્પમાં શ્વાસ તથા છાતીના રોગના નિષ્ણાંત, સામાન્ય રોગના નિષ્ણાંત, સ્ત્રી રોગના નિષ્ણાંત, હાંડકાના રોગના નિષ્ણાંત તથા બાળરોગના નિષ્ણાંત તબીબોએ સેવા આપી દર્દીઓની યોગ્ય તપાસ કરી યોગ્ય નિદાન કરી આપ્યું હતુ.મેડીકલ ચેકઅપ કેમ્પની સેવાકીય કામગીરીને સૌ કોઈએ બિરદાવી હતી.
મેડીકલ ચેકઅપ કેમ્પમાં લાયન્સ કલબ સુરતના મહેન્દ્રભાઈ પ્રજાપતિ,નરેન્દ્ર જરીવાલા, ઉપેશ ગાંધી , ડો. રવિન્દ્ર પાટીલ, ડો. મંગલા પાટીલ, શ્રીમતી સીમરન કૌર તેમજ બ્રહ્ન કુમારીજની બહેનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. લિંબાયતમાં ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન છત્રપતિ શિવાજી હોસ્પિ, લાયન્સ કલબ તથા બ્રહ્મકુમારી દ્વારા ફ્રી મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન કર્યું