કનકપુરમાં મારી માટી મારો દેશ કાર્યક્રમની ઉજવણી અંતર્ગત અમૃત કળશ યાત્રાનું આયોજન

સુરત મહાનગરપાલિકાના સાઉથ ઝોન-બી કનકપુરમાં તા: ૨૭/૦૯/૨૦૨૩ના રોજ સવારે ૧૦: ૩૦ કલાકે મારી માટી મારો દેશ કાર્યક્રમની ઉજવણી અંતર્ગત અમૃત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવેલ. જે અંતર્ગત જગન્નાથ મંદિર કનકપુર ખાતે ધારાસભ્ય સંદીપભાઇ દેસાઇના વરદહસ્તે યાત્રાનો શુભારંભ કરવામાં આવેલ જેમાં શાળાના બાળકો ધ્વારા સાંસ્કૃતિક પ્રસ્તુતિ, ઢોલ નગારા વગાડતા, રાષ્ટ્રીય ધ્વજ લહેરાવતા ,બાલિકાઓ એક્સમાન ભારતીય સાડી પહેરી મસ્તક પર કળશ સાથે યાત્રામા ઉત્સાહ્ભેર જોડાયા હતા. અમૃત કળશ યાત્રાનુ એલ. ડી. હાઈસ્કૂલ, સચીન ખાતે બપોરે ૧૨:૦૦ કલાકે સમાપન થયેલ.
આ યાત્રામાં વોર્ડ નંબર-૩૦ ના મા.મ્યુનિ. સદસ્યઓ, મા. ડે .મ્યુનિ.કમિશ્નર(કનક્પુર), મા. ઇ.ચા.આસી.મ્યુનિ.કમિશ્નર, કાર્યપાલક ઈજનેર, નાયબ આરોગ્ય અધિકારી, આસી.લો.ઓફીસર, આસી. મેનેજર, કર્મચારીઓ, સચિન વિભાગના પોલીસ કર્મચારી, શાળાના આચાર્યો તથા શિક્ષકગણ / વિદ્યાર્થીઓ સામાજિક આગેવાનો, વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ, મિડિયાના મિત્રો તેમજ બહોળી સંખ્યામાં નાગરિકોએ ખુબજ ઉત્સાહ અને ઉમંગ સાથે અમૃત કળશ યાત્રામાં સહભાગી બન્યા હતા.