એજ્યુકેશન

નર્મદ યુનિવર્સિટી ખાતે સુભાષચંદ્ર બોઝની ૧૨૬મી જન્મજયંતિના ઉપલક્ષ્યમાં ‘સુભાષ ઉત્સવ’ કાર્યક્રમ યોજાયો

પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા અને જાણીતા કટારલેખક જય વસાવડાએ જ્ઞાનસભર વ્યાખ્યાન દ્વારા સુભાષબાબુની સ્મૃત્તિ જીવંત કરી

સુરત: નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૬મી જન્મ જયંતિના ઉપલક્ષ્યમાં વીર નર્મદ યુનિવર્સિટી ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રાલય, જિલ્લા વહીવટીતંત્ર અને વીર નર્મદ યુનિવર્સિટીના ઉપક્રમે દેશની આઝાદીની લડતના ક્રાંતિવીર, જનપ્રિય લોકનેતા ‘નેતાજી સુભાષચંદ્ર બોઝ’ની ૧૨૬મી જન્મ જયંતિના ભાગરૂપે આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે ‘સુભાષ ઉત્સવ’ યોજાયો હતો. જેમાં વિદ્વાન વક્તાઓ પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા અને જાણીતા લેખક, વક્તા કટારલેખક જય વસાવડાએ સુભાષચંદ્ર બોઝની જીવન યાત્રા અને તેમણે આઝાદીની લડાઈમાં આપેલા મહત્વના યોગદાન વિશે જ્ઞાનપૂર્ણ વિચારો વ્યક્ત કર્યા હતા.

આ પ્રસંગે લેખક, વિચારક જય વસાવડાએ જણાવ્યું કે, સુભાષબાબુ એ એવા વ્યક્તિ હતા જેઓ બંગાળ કે ભારતનું નહિ પણ સમગ્ર માનવ જાતનું કલ્યાણ થાય એવા વિચારો ધરાવતા હતા. તેમણે લંડનમાં જઈ આઇસીએસ(ઇન્ડિયન સિવિલ સર્વિસ) પાસ કરી હતી અને ઓલ ઇન્ડીયા રેન્કિંગમાં ચોથામાં નંબરે પાસ કર્યું, પણ તેમણે નોકરીને સ્વીકારી નહિ અને દેશ માટે પોતાનું જીવન શોપ્યું. તેઓ ગાંધીજી સાથે જોડાયા અને ભગતસિંહને ગમતા નેતાઓમાંના એક સુભાષબાબુ હતા. સુભાષ બાબુને ગાંધીજી પ્રત્યે એટલો આદર હતો કે ૧૯૪૩માં ગાંધીજીનો જન્મ દિવસ આવ્યો હતો ત્યારે તેઓ જર્મનીના બર્લિનમાં હતા ત્યાંથી તેમણે કીધું કે, ગાંધીજીનું નામ સુવર્ણ અક્ષરે લખાવવાનું છે કારણ કે દેશની સેવા માટે તેમણે જે યોગદાન અને તપ કર્યો છે એવું કોઈ ભારતવાસી મારી જાણમાં નથી. સુભાષ બાબુએ જે બ્રિગેડ બનાવી હતી એમાં એક બ્રિગેડનું નામ મહાત્મા ગાંધી બ્રિગેડ આપ્યું હતું. વસાવડાએ કહ્યું કે, આઝાદ હિંદ ફોજની લડાઈમાં સ્ત્રીઓને સ્થાન આપ્યું હતું જ્યારે અંગ્રેજો પોતાના લશ્કરમાં સ્ત્રીઓને સ્થાન ન આપતા હતા ત્યારે તેમને આઝાદ હિંદ ફોજમાં સ્ત્રીઓને સ્થાન આપ્યું હતું એ સુભાષચંદ્ર બોઝ.

વધુમાં તેમણે યુવાનોને સંબોધતા જણાવ્યું કે, બારડોલીના હરીપુરા ખાતેની સભામાં સુભાષ બાબુ બોલ્યા હતા કે મહાત્મા ગાંધીજીનું વિઝન એવું છે આપણી પોતાની ભાષામાં શિક્ષણ થાય પણ હું એ વાતમાં સહમત નથી કારણ કે ભવિષ્યનો નાગરિક બનાવો પડશે તો અંગ્રેજીમાં શિક્ષણ આપવું પડશે અને ભવિષ્યનો નાગરિક જ્ઞાન સમૃદ્ધિ ન થાય, એ જ વિચારથી આજે ભારત ખૂબ આગળ વધ્યો છે. જો ઇતિહાસમાં નામ લખવું હોય તો યુવાનોએ શ્રમ કરવા તૈયાર થવું પડશે. સુભાષબાબુએ યુવાઓને કહ્યું છે કે, નવા સાહિત્યને ઉચ્ચ શિક્ષણથી દિમાગ કેળવવું જોઈએ. અને જુના મૂલ્યોની નકલ કરવાને બદલે યુવાઓ વર્તમાન વ્યવસ્થાથી નિરાશ થતું હોય તો તેમણે પોતાના નૂતન મૂલ્યોનું સર્જન કરવું જોઈએ. આજના યુવાઓ સપનાઓ જોશો તો ભવિષ્યમાં સાકાર કરી શકશો.

આ પ્રસંગે પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાએ સુભાષબાબુ વિશે જણાવ્યું કે, સુભાષ એટલે સમર્પણ , 1943 માં રંગુનમાં સુભાષબાબુએ પોતાની સરકાર બનાવી હતી તેમાં તેમનું પોતાનું ચલણ, પોતાનો રાષ્ટ્ર ધ્વજ, પોતાનું રાષ્ટ્ર ગીત હતું, તેમનું પોતાનું મંત્રી મંડળ હતું, ત્યાર બાદ તેઓ ઇન્ફાલમાં આવ્યા અને રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો, ભારતને અંગ્રેજો માંથી મુક્તિ ૧૯૪૩ માં જ થવાની શરૂ આત થઈ ચૂકી હતી.  તેમણે અંદમાન નિકોબાર દ્વીપ જેને સહિદ દ્વીપ અને સ્વરાજ્ય દ્વીપ જ્યાં સ્વતંત્ર ભારતનો ૧૯૪૩માં રાષ્ટ્રધ્વજ ફરક્યો હતો જે આઝાદ હિંદ ફોજના સેના પતિ અને વડાપ્રધાન નેતાજી સુભાષ ચંદ્રબોઝે ફરકાવ્યો હતો. જે મંત્રી મંડળમાં  સ્વાતંત્ર્યના યોધ્ધાઓ અને નિષ્ણાંતો હતા અને આ સરકારને ૩૦ દેશોની સરકારે માન્યતા આપી હતી.

સુભાષબાબુની સૈનિક ગાથામાં જોઈએ તો તેમણે પહેલો વાર હિન્દુસ્તાનની ધરતી પર અંગ્રેજો આવ્યા પછી પહેલી વાર મહિલા રેજિમેન્ટ ઊભી કરી હતી જેના વડા કેપ્ટન લક્ષ્મી સહેગલ હતા.  જેમાં ગુજરાતની મહિલા હીરાલક્ષ્મી બેટાઈ જેવો આઝાદ હિન્દ ફોજમાં હતા જેવો બેટ દ્વારકામાં રંગૂન વાલાનો બંગલો ત્યાં રહેતા હતા. જેમને બધી સંપતિ આઝાદ હિંદ ફોજમાં આપી દીધી હતી. આઝાદ હિંદ ફોજમાં બાળ સેના પણ હતી જેમાં જ્યારે બ્રિટિશ સેના સસ્ત્રો લઈને આરાક કાનના જંગલો અને નિરાવતી નદીના કિનારે આઝાદ હિન્દ ફોજ ને કચરવા નીકળી ત્યારે બાળ વીરોએ નેતાજીને કહ્યું અમારે કંઈ કરવું છે ત્યારે નેતાજીએ તેમને કહ્યું કે તમે

નાના છો પણ તેમણે લડવું હતું. ત્યારે  તેઓ આરકાનના જંગલમાં ઊંચા ઘાસમાં જાતિ પર બોમ્બ બાંધી સુઈ ગયા અને ત્યાંથી અંગ્રેજોએ ટેંકો કાઢી ત્યારે વિસ્ફોટ થયો એમ અંગ્રેજોએ ભાગવું પડ્યું હતું અને બાળ વીરો સહીદ થયા હતા. હરીપુરા ખાતે સુભાષ બાબુએ અધિવેશનમાં સરદાર પટેલના મોટાભાઈ એટલે વિઠ્ઠલ ભાઈ પટેલ જેમના ગુરુ હતા તેમણે તેમની બધી મિલકત સુભાષ બાબુએ આપી દીધી હતી. વાંસદા ના મહારાજાએ હરિપુરા અધિવેશન માટે સુભાષબાબુને રથ આપ્યો હતો. લક્ષ્મીદાસ દાણી એ ગુજરાતી વ્યક્તિ છે જેને સુભાષબાબુને કલકત્તા થી કબૂલ સુધી તેમની સાથે જીવન જોખમે ગયો હતો.  એમ ઘણા ગુજરાતીઓનો સુભાષ બાબુના આઝાદ હિંદ ફોજમાં ઘણો ફાળો છે.

આ પ્રસંગે ડે.કલેક્ટર આર.એમ.જાલંધરા, ડે.કલેક્ટર એમ.પી.સાવલિયા, ધારાસભ્યશ્રીઓ અરવિંદભાઈ રાણા, સંદીપભાઈ દેસાઈ રમેશદાન ગઢવી, અધિકારીઓ અને કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button