સુરતઃ બાળભવન એટલે બાળ પુષ્પોનું મંદિર અને આ મંદિરના બાળવિદ્યાર્થીઓની પ્રતિભાને ઓળખી તેને સ્ટેજ પૂરું પાડવા માટે અને તેમને પ્રોત્સાહિત કરવા માટે, 04/03/2023 ને શનિવારના રોજ શ્રી શારદા વિદ્યામંદિરનાં બાળ પુષ્પો દ્વારા મલ્ટી પર્પઝ હોલ સિંગણપોર ખાતે સીનીયર કે.જીનાં વિદ્યાર્થીનો પદવીદાન સમારોહ અને નવરસ વાર્ષિક સાંસ્કૃતિક ઉત્સવ ખૂબ જ ઉત્સાહ સાથે યોજાયો હતો. વાર્ષિક સમારોહ મા જીવનના તમામ રસો જેવા કે *શ્રૃંગાર, અદ્ભુત, રૌદ્ર,શાંત, કરૂણ, હાસ્ય,વીર,ભય અને ભક્તિ* જેવા રસો આપના જીવનમાં જરુરીછે. જેને અમારા બાળ પુષ્પો દ્વારા ગીતોમય અને અભિનયથી આ તમામ રસોની સુંદર રજૂઆત થઈ હતી.
શાળાના ટ્રસ્ટીશ્રીઓ તથા મંત્રી સવજીભાઈ પટેલ સંચાલકશ્રી જૈમિનભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, તથા અન્ય આમંત્રિત મહેમાન એવા નરેશભાઈ લક્કડ, (મંત્રીશ્રી, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સુરત), શ્રીમતી ભૂમિબેન ભીંગરાડિયા (નાયબ મામલતદાર, જિલ્લા આહવા ડાંગ), તથા શ્રીમતી રીતી જોષી (આચાર્યા સંસ્કાર ભારતી વિદ્યાલય બાલ ભવન વિભાગ) અતિથિ વિશેષ મહેમાન તરીકેની ઉપસ્થિત રહ્યા હતા.
જીવનના વિવિધ રસોને બાળ પુષ્પો એ જુદી જુદી કૃતિઓ દ્વારા તમામ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા . કાર્યક્રમના અંતમાં શિક્ષક દિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષક તરીકેની શ્રેષ્ઠ કામગીરી બદલ જે વાલી મિત્રોએ શિક્ષકોની જેમ કામગીરી કરનાર વાલીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
મુખ્ય મહેમાન દ્વારા પ્રશંસાના અમૂલ્ય શબ્દો દ્વારા વાલીશ્રી તથા બાળ પુષ્પો ને બિરદાવ્યા હતા અને ઉજવણીના સમાપનમાં સંચાલક જૈમિનભાઈ પટેલે તમામ સ્ટાફ મિત્રોનું ખૂબ ખૂબ આભાર માન્યો હતો અને બાલભવન વિભાગના વિમ્પલબેન તથા આચાર્યા અને ઉપાચાર્યાનો આભાર સાથે વિશેષ અભિનંદન પાઠ્ય હતા.