સુરત

સરદાર વલ્લભભાઇ પટેલની ૧૪૮મી જન્મજયંતિ  નિમિત્તે ” રાષ્ટ્રીય એકતા રન” નો કાર્યક્રમ

આજરોજ સુરત મહાનગરપાલિકા અને સુરત શહેર પોલીસના સંયુકત ઉપક્રમે અખંડ ભારતના  શિલ્પી અને લોખંડી પુરૂષ શ્રી સરદાર વલ્લભભાઇ પટેલની ૧૪૮મી જન્મજયંતિ  નિમિત્તે ” રાષ્ટ્રીય એકતા રન” નો કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ,અઠવાલાઇન્સ સુરત ખાતે યોજાયેલ. જેનો  રૂટ  પોલીસ પરેડ ગ્રાઉન્ડથી શરૂ થઇ પાર્લે પોઇન્ટ  બ્રિજની નીચે સરગમ શોપીંગ સેન્ટરથી યુ-ટર્ન લઇ ફરી પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુઘી રાખવામા આવેલ.
આ કાર્યક્રમમાં ગરબા યોગા તેમજ રાષ્ટ્રીય એકતા અન્વયે શપથગ્રહણ કરાવવામાં આવેલ.  ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોએ ફલેગઓફ કરી ” રાષ્ટ્રીય એકતા રન” નો શુભારંભ કરેલ.
સદર કાર્યક્રમમાં મેયર  દક્ષેશભાઈ માવાણી , ડે.મેયર ર્ડા.નરેન્દ્ર એસ.પાટીલ , અઘ્યક્ષ ,  સ્થાયી સમિતિ  રાજન બી. પટેલ ,  કમિશનર  શાલીની અગ્રવાલ ,પોલીસ કમિશનર અજયકુમાર તોમર,નેતા ,શાસકપક્ષ  શશીબેન ડી. ત્રીપાઠી ,દંડક , શાસકપક્ષ  ધર્મેશ આર. વાણીયાવાલા ,  વિવિધ સમિતિના અઘ્યક્ષ ,  મ્યુ સદસ્ય , પોલીસ વિભાગ તેમજ સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ, મિડીયાના  મિત્રો તથા મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button