સુરત

આર્થિક પછાત વિસ્તારમાં બાળકો તથા અન્યોને મદદરૂપ થવા બીગ બેષ સ્પોર્ટ્સલીગ એકેડમી ખાતે માય મોમ સુપરસ્ટાર ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

અગાઉ પણ સંસ્થા દ્વારા યોજાયેલ લીગ દ્વારા એકઠી રકમ આર્થિક રીતે મદદરૂપમાં ફાળવાઇ છે

સુરત, ખેલ સાથે ખેલદીલી હોવી એ જ શ્રેષ્ઠ વાત છે. સુરતની અગ્રણી સંસ્થા માય મોમ સુપરસ્ટાર દ્વારા છેલ્લા કેટલાક સમયથી ઇન્ટરસ્કૂલ ડે એન્ડ નાઇટ બોક્સ ક્રિકેટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ આયોજનનો ઉદ્દેશ આર્થિક પછાત વિસ્તારોમાં મદદરૂપ થવા માટેનું છે.

સુરત શહેરની.બીગ બેષ સ્પોર્ટ્સ એકેડમી દ્વારા વેસુ સ્થિતરિબાઉન્સ ખાતે શીતલ મેહુલ પીઠાવાલા અને મેહુલ પીઠાવાલા સંચાલિત ઇન્ટરસ્કૂલ ડે એન્ડ નાઇટ બોક્સ ક્રિકેટનું આયોજન 16 થી 18 સપ્ટેમ્બર દરમિયાન માય મોમ સુપરસ્ટાર અંર્તગત ઇન્ટરસ્કૂલ ડે એન્ડ નાઇટ બોક્સ ક્રિકેટલીગ યોજાશે.

આ કાર્યક્રમ અંતર્ગત પિંકઓવર નામે દરેક ઇનિંગ્સમાં એક ઓવર રાખવામાં આવશે જેના દ્વારા એકત્ર થયેલી રકમ આર્થિક રીતે પછાત વિસ્તારના બાળકોના હિત માટે, મદદ અર્થે દાન કરવામાં આવશે.

સુરતમાં 200થી વધુ મહિલાઓ પોતાના બાળકોની સ્કુલને રિપ્રેઝન્ટ કરવા એકસાથે ઉપસ્થિત થશે. અગાઉ પણ સંસ્થા દ્વારા ડોનેટ કરવામાં આવેલ લાઇફ નામે સદાવ્રત સંસ્થા સાથે માય ડેડ સુપર ડેડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ભાગ લીધેલ તમામ ખેલાડીઓને દાન કરવા પ્રેરીત કરાયા હતા. બાળકો, વૃદ્ધ્ તથા પ્રોઢને આર્થિક મદદ કરવાના ઉમદા હેતુ સાથે સસ્થા દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યા હતા અને ભવિષ્યમાં પણ દરેક પ્રવૃતિઓ દ્વારા એકત્ર થનારી દાનની રકમ જરૂરિયાતમંદ સમાજને મદદ કરી શકાય તે હેતુથી માય મોમ સુપરસ્ટાર લીગનું આયોજન કરવામાં આવશે.

શીતલ મેહુલ પીઠાવાલા અને મેહુલ પીઠાવાલાને તેઓના ઉમદા કાર્યો માટે ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી, આ સુપરલીગને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.

ટીશર્ટ અને ટ્રોફીનું અનાવરણ કરાયું

સુરત શહેરની.બીગ બેષ સ્પોર્ટ્સ એકેડમી દ્વારા વેસુ સ્થિત રિબાઉન્સ શીતલ મેહુલ પીઠાવાલા અને મેહુલ પીઠાવાલા સંચાલિત ઇન્ટરસ્કૂલ ડે એન્ડ નાઇટ બોક્સ ક્રિકેટનું આયોજન થનારુ છે આ લીગની ટ્રોફીનું અનાવરણ કેન્દ્રીય રાજ્યમંત્રી ટેક્સટાઇલ અને રેલવે રાજ્યમંત્રી શ્રીમતી દશર્નાબેન જર્દોશ દ્વારા કરવામાં આવ્યું હતું આ ઉપરાંત ટી-શર્ટનું પણ લોન્ચિંગ કરાયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button