સુરત

સાંસદ પ્રભુભાઈ વસાવાએ લોકસભામાં સુરતથી છત્તીસગઢના રાયપુરની સીધી ફ્લાઈટ શરૂ કરવાની રજૂઆત કરી

સુરત: સાંસદપ્રભુભાઈ વસાવાએ લોકસભામાં સુરતથી છત્તીસગઢના રાયપુર અને રાયપુરથી સુરતની સીધી ફ્લાઈટ શરૂ કરવાની રજૂઆત કરી છે. પ્રભુભાઈ વસાવાએ લોકસભામાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે, સુરત અને રાયપુર વચ્ચે ગાઢ વ્યવસાયિક સંબંધો છે. ડાયમંડ સિટી, સિલ્ક સિટી અને હવે લેબગ્રોન ડાયમંડ સિટી તરીકે પણ ઓળખ મેળવી રહેલા સુરત સાથે રાયપુરનો ડાયમંડ અને જ્વેલરીનો વ્યવસાય ઝડપભેર વધી રહ્યો છે.

સુરત અને રાયપુર વચ્ચે સીધી ઉડાન સેવા ન હોવાથી લાંબા સમયની અન્ય મુસાફરી કરવી પડે છે. જેથી હવાઈ સેવા શરૂ કરવાથી ડાયમંડ અને જ્વેલરી સહિત અન્ય વ્યવસાયોને પણ વેગ મળશે. પ્રભુભાઈની રજૂઆતને રાયપુરના સાંસદશ્રી બ્રિજમોહન અગ્રવાલે પણ સમર્થન આપ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button