સેમસંગ દ્વારા ભારતમાં ગેલેક્સી ટેબ S10FE સિરીઝ લોન્ચ કરાઈ
નવા ટેબ S10 FE ઉમેરા પર ઈન્ટેલિજન્ટ ફીચર્સ સાથે પ્રો જેવું મલ્ટીટાસ્કિંગ અને ક્રિયાત્મક અભિવ્યક્તિને વધુ ઉત્તમ બનાવશે

ગુરુગ્રામ, ભારત, 5 એપ્રિલ, 2025: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા ગેલેક્સી ટેબ S10 FE અને ગેલેક્સી ટેબ S10 FE+ના લોન્ચની ઘોષણા કરી છે, જે પ્રીમિયમ ટેબ્લેટ ડિઝાઈન પર ગેલેક્સી ઈકોસિસ્ટમમાં નવા એન્ટ્રી પોઈન્ટ્સ ઓફર કરે છે. ગેલેક્સી ટેબ S10 FE સિરીઝ પર આજ સુધીના સૌથી વિશાળ સ્ક્રીન અને તેનું ડિસ્પ્લે વિસ્તારવા સ્લિમર બેઝલ્સ સાથે ગેલેક્સી ટેબ S10 FE+ મનોરંજનથી અભ્યાસ સુધી અને રોજબરોજના ટાસ્ક્સ સુધી બધા માટે મોજીલો, રોમાંચક વ્યુઈંગ અનુભવ પ્રદાન કરે છે. સેમસંગના ઈન્ટેલિજન્ટ ફીચર્સ ઉપભોક્તાઓને આસાનીથી વધુ કરાવી લેવા સશક્ત બનાવે છે, જ્યારે સ્લિમ ડિઝાઈન ઉપભોક્તાઓને હાલતાચાલતા તેમની ક્રિયેટિવિટી અને પ્રોડ્ક્ટિવિટી હાંસલ કરવામાં મદદ કરે છે.
“સેમસંગમાં અમે દરેક માટે વિશ્વ કક્ષાનું ઈનોવેશન લાવવા માટે કટિબદ્ધ છે અને તે ધ્યેય માટે નવી ગેલેક્સી ટેબ S10FE સિરીઝનું લોન્ચ દાખલારૂપ છે. ગેલેક્સી AI ક્ષમતાઓ અમારાં FE ટેબ્લેટ્સ પર પદાર્પણ કરી રહી હોવાથી અમે અત્યાધુનિક ટેકનોલોજીને અગાઉ કરતાં પણ વધુ પહોંચક્ષમ બનાવી છે. ગેલેક્સી S10 FE સિરીઝ ગેલેક્સી ઉપભોક્તાઓને તેમની ક્રિયેટિવિટી અને પ્રોડક્ટિવિટી મહત્તમ બનાવવા માટે સશક્ત બનાવશે અને અમને ભારતના ટેબ્લેટ સેગમેન્ટમાં અમારી બજાર આગેવાની દ્રઢ બનાવવામાં મદદરૂપ થશે,’’ એમ સેમસંગ ઈન્ડિયાના એમએક્સ બિઝનેસને વાઈસ પ્રેસિડેન્ટ આદિત્ય બબ્બરે જણાવ્યું હતું.
અદભુત ડિસ્પ્લે
ગેલેક્સી ટેબ S સિરીઝની હેરિટેજ ડિઝાઈન સાથે સ્લિમ બેઝલ્સને જોડતાં ગેલેક્સી ટેબ S10 FE+નું 13.1-ઈંચ ડિસ્પ્લે સ્ક્રીન પર રોમાંચક મનોરંજન પ્રદાન કરે છે, જે તેના પુરોગામી કરતાં લગભગ 12% મોટું છે. 90Hz રિફ્રેશ રેટ દ્વારા એનેબલ્ડ સ્મૂધ વિઝ્યુઅલ્સ અને હાઈ બ્રાઈટનેસ મોડ (HBM)માં વિઝિબિલિટીની નવી સપાટી 800 nits સુધી જાય છે, જે ગેલેક્સી ટેબ S10 FE સિરીઝ પર વિડિયોઝ જોવા અને ગેમિંગ સમયે ઉત્તમ વ્યુઈંગ અનુભવની ખાતરી રાખે છે.
વિઝન બૂસ્ટર્સનું આટોમેટિક એડજસ્ટમેન્ટ્સ સતત બદલાતા આઉટડોર વાતાવરણમાં પણ બ્રાઈટનેસ અને વિઝિબિલિટી વધારે છે, જ્યારે બ્લુ લાઈટનું ઉત્સર્જન આંખો પરનો તાણ ઓછામાં ઓછો કરવા, દરેક અજોડ વ્યુઈંગ જરૂરતોને પહોંચી વળવા માટે સુરક્ષિત રીતે ઘટાડે છે.