સુરત
વાસ્તુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મધર્સ ડેની પ્રિ સેલિબ્રેશન
સુરત : કુપોષણ મુક્ત રાજ્યના ઉદ્દેશ્ય સાથે વાસ્તુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મધર્સ ડેની પ્રિ સેલિબ્રેશન થઈ રહ્યુ છે. જે અંતર્ગત રાજયના વિવિધ શહેરોમાં જરૂરતમંદ પ્રસુતાઓને શુદ્ધ ઘીનું વિતરણ કરાઇ રહ્યુ છે.
પ્રસુતિ સમયમાં પોષણયુક્ત ખોરાક લેવામાં આવે તો માતા અને બાળકની તબિયત સારી રહે છે. એવા અભિગમથી જ વાસ્તુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના પ્રસૂતા વોર્ડમાં શનિવારે તમામ પ્રસૂતા બહેનોને શુદ્ધ ઘીનું વિતરણ કરાયું હતું. બહેનોએ આ માટે ટ્રસ્ટના સભ્યોનો આભાર માન્યો હતો.