ધર્મ દર્શન

ભારતભરમાં અવ્વલસ્થાનની પ્રાપ્તિ એટલે શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ જિનાલય

ગોપીપુરા શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ દાદાની 251મી સાલગીરી નિમિત્તે વિશિષ્ટ આયોજન

સુરત બંદરમાં ઉર્ધ્વકાય સ્થિત આ પ્રતિમાજી મોહનિદ્રામાંથી સહુને ઉઠાડે છે. ઉજ્જવળ વર્ણન આ પ્રતિમાજી 58 ઇંચ ઊંચા અને 17 ઇંચ પહોળા છે. પૂ.આ.ભ.શ્રી જિનલાભસૂરિ મ.સા.ના ઉપદેશથી શ્રેષ્ઠિવર્ય ભાઈદાસને નેમીદાસ પરિવારે વિ.સં. 1827માં વૈશાખસુદ 12ને ગુરુવારે પૂજ્ય સૂરિદેવના હસ્તે 181 જિનબિંબોની અંજનશલાકા કરાવી ભવ્ય મનોહર જિનચૈત્યમાં શ્રી શીતલનાથ ભગવાનને મૂળનાયકપદે પ્રસ્થાપિત કર્યા અને આજ જિનાલયના ભૂમિચૈત્યમાંથી શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પ્રભુને ગાદીનશીન કર્યાં.

સહસ્ત્રફણાથી આચ્છાદિત આ પરમાત્માની આકૃતિ અતિમોહક જણાય છે. આ પ્રતિમાજીનું અનુપમ રૂપ નિહાળતા તેમાં કલા અને સૌંદર્યનો અપાર વૈભવ છતાં થયેલો જણાય છે. પ્રગટપ્રભાવી શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથદાદા જૈન સંઘમાં સૌની શ્રદ્ધાના કેન્દ્રસ્થાને બિરાજેલ છે. સમગ્ર સુરતના ભાવુકોના ભક્તિભાવ અને આસ્થાનું આલંબન છે. જ્ઞાની- ધ્યાની- યોગી- મહાપુરુષો આચાર્ય ભગવંતો- સાધુ- સાધ્વીજી ભગવંતોએ સૌના હૃદયમાં રમતા શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથદાદા સૌને સુરત શહેરમાં ખેંચી લાવે છે. દાદાએ સૌ કોઈને યોગ્યતા અનુસાર દિવ્યતાનો અનુભવ કરાવ્યો. અંતરંગમાં અનુભવેલા દાદાના દિવ્ય ભાવોના દિવ્ય અનુભવો વર્ણવવાના હોય તો એક મહાગ્રંથાર્ણવનું નિર્માણ થાય. શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથજીના અગણિત ચમત્કારોમાંથી ફૂલ નહિ તો ફૂલની પાંદડી.

• કોઈ ભક્ત કર્મવશ આર્થિક શારીરિક કોઇ સંકટમાં આવી ગયો હોય અને આરાધના- સાધનામાં વિક્ષેપ ઊભો થયો હોય તેવા સમયે દાદાને “અન્યથા શરણં નાસ્તિ”નો પોકાર કરે અને વિઘ્નોતણા વાદળ વિખરાઈ જાય તેવા અસંખ્ય પ્રસંગો બન્યા છે.

• શ્રી સહસ્ત્રફણા દાદાના જિનાલયના જીર્ણોદ્ધારનું કાર્ય ચાલુ કરાવતા પુષ્કળ અમિવૃષ્ટિ થયેલ જમીનમાં ઊંડે ખોદકામ કરતા તાજા ગુલાબના ફૂલો, સિંદુર મળેલ તેમજ સુવર્ણ નાગદેવતાએ દર્શન આપેલ.

• અગાઉ દાદાના આભુષણો સોનાના પગના પંજા તેમજ ટીલું કોઇક વ્યક્તિઓ ચોરી ગયા હતા જે દાદાના પ્રભાવે પકડાઈ જતા આભુષણો પાછા મળ્યા હતા.

• જીર્ણોદ્ધારનું કાર્ય ચાલુ હતુ તે દરમિયાન રાત્રિના સમયમાં ચોરો દહેરાસરજીમાં પ્રવેશ્યા હતા. જેમાંથી એક ચોર બેભાન થઇ જતા પકડાઈ જવા પામ્યો હતો.

• આચાર્યશ્રી ભુવનભાનુ મહારાજશ્રીનું ચોમાસુ સુરત શીતલવાડી ઉપાશ્રયમાં હતુ તે દરમિયાન તેમના એક સાધુ મહાત્માને અનેક ઠેકાણે અડસઠ ઉપવાસની આરાધના પૂર્ણ થતી નહોતી જે ભુવનભાનું મ.સા. કહ્યું કે તમારી જે અડસઠ ઉપવાસની ભાવના બીજે પૂરી થતી નહોતી તે શ્રી સહસ્ત્રફણા દાદાની આજ્ઞા માંગી શરૃ કરવાથી પુરી થશે, અને તે ભાવના પૂર્ણ થઇ ત્યારબાદ એક પૂજન વખતે ભુવનભાનુ મ.સા. પધાર્યા હતા.

અને દાદાને અમીઝરતા જોઈ અત્યંત પ્રભાવિત થયા અને તે વખતે અમીઝરણા એટલા જોરદાર હતા કે નીચેનો ગભારો તથા રંગમંડપ આખો અમીથી ભરાઈ ગયો હતો. આ કેશરવર્ણા અમીની તો રીતસર વર્ષા થતી હતી અને તેની સુવાસ ચોમેર ફેલાઈ હતી. દર્શનાર્થીઓનો પ્રવાહ એટલો જોરદાર હતો કે દેરાસરજીમાં માંડ કલાક ઉપર લાઈનમાં રહેતા પ્રવેશ મળતો હતો. આ દર્શનાર્થીઓનો પ્રવાહ રાત્રે એક વાગ્યા ઉપરાંત પણ ચાલુ જ હતો.

• દાદાની સાલગીરી દરમિયાન કેશર વર્ષા તો અનેકવાર થાય છે. હાલમાં જ તા. 23 જુલાઈ 2004ના રોજ બપોરે 12 વાગ્યાથી અમીવર્ષા ચાલુ થઇ હતી અને રાત્રે 12 વાગ્યે દેરાસર માંગલિક કર્યું ત્યારે પણ ચાલુ જ હતી. જેમાં લગભગ 50 હજાર ઉપરાંત જૈન- જૈનેતરોએ દાદાના દર્શનનો લાભ લીધો હતો અને સુરતના તમામ અખબારો ઉપરાંત ગામેગામના અખબારોમાં મોટા અક્ષરે સમાચાર પ્રસિદ્ધ થયા હતા.

• સંઘસ્થવીર પ.પૂ. બાપજી મ.સા. અર્થાત પૂ. સિદ્ધિસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયના પૂ. સા.ભ.શ્રી રત્નપ્રભાશ્રીજી મ.સા. જેઓ દાદાના અનન્ય ભક્ત હતા. સતત ત્રણ ચોમાસા દાદાના સાનિધ્યમાં બેસીને કર્યા હતા. નિત્ય તેઓ 4 થી 5 કલાક દાદાના સાનિધ્યમાં બેસીને આરાધના કરતા. આ આરાધના દરમિયાન દાદાને અનેકરૂપે વિવિધ વર્ણોમાં તથા વિશિષ્ટ મુદ્રામાં નિહાળ્યા છે. તેઓ સદંતર દાદા સાથે વાર્તાલાપ કરતા રહેતા. દાદા પાસે તેઓએ અનેક વખત સાક્ષાત અધિષ્ટાયક દેવોના દર્શન કરેલા અને તેઓની સાથે થયેલ વાર્તાલાપની કેટલીક રૂબરૂ જાણવા- માણવા મળેલ બાબતો જોઈએ તો

• શ્રી સહસ્ત્રફણા દાદાનું મૂળબિંબ દેવલોકમાં દેવો દ્વારા પૂજાઈ રહ્યું છે. તેમના રૂપનું પ્રતિરૂપ સંક્રમિત કરીને દેવ નિર્મિત દેવાધિષ્ઠિત બિંબ સંઘને મળ્યું છે જિ નિરંતર દિવ્યતત્વોથી વાસિત છે.
• દેવલોકમાં રહેલ તે વિશિષ્ટ બિંબના વિશિષ્ટ સાધક આત્માઓને આજે પણ દર્શન અવશ્ય થાય છે.
• તે વખતે દેવોએ કહ્યું હતું કે આવનારા સમયમાં આ સ્થાન સુરતના નગરજનોની આસ્થાનું કેન્દ્ર બની રહેશે.
• આ સ્થાનના ભંડારો પ્રગટ થશે. અર્થાત્ અહીં અપાર દ્રવ્ય જાણે વૃષ્ટિ થતું હોય તેમ ખર્ચાશે જે વાત આજે યોગ્ય પુરવાર થતી જોઈ શકાય છે.

પાંચ દિવસનો ભવ્ય મહોત્સવ

પરમાત્મા ભક્તિઃ પૂજા- સેવા- દેરાસરો શણગારવા તેમજ પ્રભુને આભુષણો અર્પણ, જેમાં પ્રભુના મસ્તક ઉપરનું સોનાનું છત્ર • આરતી તેમજ મંગલ દીવો સોનાનો અર્પણ • ચાંદીના બે મુગત તેમજ પરમાત્માની સુંદર મજાની અંગ રચના થશે.

અનુકંપા દાનઃ 55000થી વધારે નગર પ્રાથમિક સ્કૂલની શાળામાં અભ્યાસ કરતા બાળકોને વિનામૂલ્યે સ્ટેશનરી કીટનું વિતરણ • 800થી વધારે પરિવારને અન્નદાન • સુરત શહેરના મુખ્ય વિસ્તારોમાં છાશ વિતરણ • 2000થી વધારે ભિક્ષુકોને કેરીના રસ-પુરીનું ભોજન.

સાધર્મિક ભક્તિઃ સમસ્ત ગોપીપુરામાં વસતા જૈન પરિવારોનો સ્વામી વાત્સલ્ય ભોજન • જૈન પાઠશાળામાં અભ્યાસ કરતા 10000થી વધારે બાળકોને ગીફ્ટ • જૈન 251 બાળકોને રૂ. 5000 સુધીની સ્કૂલફીના

• જીવદયાઃ 51થી વધારે પાંજરાપોળમાં 50000 રૂ. પ્રમાણે ઘાસ વિતરણ • 251થી વધારે જીવોને અભયદાન તેમજ શ્રી સુરત પાંજરાપોળમાં પરમાત્માના ચઉમુખજીની પ્રતિષ્ઠા તેમજ જીવદયાના અદભુત આયોજનો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button