સુરત
વેસુના સ્પ્રિંગવેલી પરિવાર દ્વારા આદિવાસી યુગલોના સમૂહલગ્ન કરાવાયા
સુરતઃ વેસુમાં આવેલી સ્પ્રિંગવેલી સોસાયટી દ્વારા દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોના 11 યુગલોના લગ્ન ખૂબ જ વાજતે ગાજતે કરવામાં આવ્યા હતા.
આ બાબતે સોસાયટીના પ્રમુખ અનિલ જૈને જણાવ્યું હતું કે સોસાયટીની મહિલાઓ સેતુભાભી, પ્રેમાભાભીને આવેલા વિચારથી આ સમૂહલગ્ન કરાવવામાં આવ્યા હતા. દક્ષિણ ગુજરાતના ડાંગ તથા સોનગઢ અને વ્યારા જેવા વિસ્તારોમાંથી નવયુગલોને સુરત બોલાવવામાં આવે છે અને તમામની પારિવારિક સ્થિતિ જોયા બાદ સમૂહ લગ્ન કરાવવામાં આવ્યા હતા.
ચોર્યાસી વિધાનસભા બેઠકના ધારાસભ્ય ઝંખનાબેન પટેલની આગેવાનીમાં સમૂહ લગ્ન કરાવવામાં આવ્યા હતા. સોસાયટીના 124 ફ્લેટ હોલ્ડરોએ ભેગા મળી આ સમૂહ લગ્નને પાર પાડ્યા હતા. સ્પ્રિંગવેલી પરિવારે 11 નવયુગલોને ગોલ્ડ, સિલ્વર સહિત કુલ આઠથી નવ લાખની મતા આપવામાં આવી હતી.