એજ્યુકેશન

માર્ચ 2023 CBSE ક્લાસ ૧૦ પરીક્ષામાં ઉચ્ચતમ પરિણામ હાંસલ કરતા રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ઉગતના બાળકો

સુરતઃ ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ચાલુ વર્ષે માર્ચ 2023 માં યોજાયેલ EXAM કુલ 139 જેટલા બાળકોએ ઉમેદવારી નોંધાવી હતી અને તારીખ 12-05 2023 ના રોજ CBSE દ્વારા જાહેર કરેલ પરિણામમાં કુલ 19 વિદ્યાર્થીઓ A1 સ્કોર કર્યો હતો તેમજ 17 થી વધુ વિદ્યાર્થીઓએ A2 સ્કોર કર્યો હતો. સ્કૂલ નું ૧૦૦ % પરિણામ આવેલ છે જેમા ૮૫ % વિધાર્થીઓ એ ૮૦% થી વધુ માર્ક્સ લાવેલા છે .

અર્પિતા સી. ૯૫.૬ % સાથે પ્રથમ ક્રમ
ગીતાંજલિ મૈટી ૯૪.૦ % સાથે દ્વિતીય ક્રમ
દ્રષ્ટિ પટેલ ૯૩.૮ % સાથે તૃતીય ક્રમ મેળવ્યો
હતો.

સમગ્ર શ્રેષ્ઠતમ પરિણામમાં શાળાના શિક્ષકોનું યોગદાન ખૂબ જ વધુ હતું. જેથી શાળાના ચેરમેન રામજીભાઈ માંગુકિયા ટ્રસ્ટીગણ અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી કિશનભાઇ તેમજ જીગ્નેશભાઈ માંગુકિયા એ બાળકોને મીઠાઈ તેમજ પુષ્પ અર્પણ કરી ભવિષ્યમાં વધુ સારી પ્રગતિ કરો એ માટે અભિનંદન પાઠવ્યા હતા સાથે સાથે શાળાના કેમ્પસ ડાયરેક્ટર શ્રી આશિષભાઈ અને શાળાના આચાર્ય તુષારભાઈએ વિદ્યાર્થીઓને અને માતા પિતા દ્વારા આપેલ સહકારને બિરદાવ્યો હતો તેમ જ બાળકોને અને માતા પિતાને શુભેચ્છા પાઠવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button