મહારાષ્ટ્રીયન સમાજ તથા વારંકરી સંપ્રદાય દ્વારા અમદાવાદ થી પંઢરપુર નવી ટ્રેન ચાલુ કરવા વેસ્ટન રેલવે મુંબઈ તથા પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી આર પાટીલ ને રજૂઆત કરવામાં આવી
ગુજરાત રાજ્યમાં અંદાજિત 20% થી 30% લોકો મહારાષ્ટ્રીયન સમાજ ની વસ્તી ધરાવે છે આ લોકો ગુજરાત રાજ્યમાં ઘણા વર્ષોથી ગુજરાતમાં રહે છે અને આ લોકોનું શ્રદ્ધાસ્થાન તીર્થસ્થાન મહારાષ્ટ્રમાં સ્થિત પંઢરપુર તેમનું આસ્થા નું મોટું ધર્મ તીર્થ છે.
આ લોકો ઘણીવાર વારંવાર એમના ઇષ્ટદેવ એવા ભગવાન વિઠ્ઠલજી ( પાંડુરંગ ) ના દર્શન માટે ત્યાં મહારાષ્ટ્રમાં આવેલ પંઢરપુર જતા હોય છે ત્યાં જવા માટે તેમને ગુજરાતમાંથી બસની પર્યાપ્ત સુવિધા ન હોવાથી ઘણી બધી મુસીબતોનો સામનો કરવો પડે છે તેમજ બસની મુસાફરી ખૂબ જ મોંઘી હોય છે તેમને ગુજરાતમાંથી જવા માટે કોઈપણ ટ્રેન નથી
તે માટે ગુજરાતમાંથી અમદાવાદ થી પંઢરપુર વાયા વ્યારા,નવાપુર, નંદુરબાર, જલગાંવ, મનમાડ નવી ટ્રેન શરૂ કરવા માટે મહારાષ્ટ્રીયન સમાજ તથા વારંકરી સંપ્રદાયના આગેવાન નામદેવ કોતીંક ખૈરનાર હાલ રહે. લક્ષ્મીનગર વેડરોડ સુરત દ્વારા એમની આગેવાનીમાં વર્ષ 2021 થી માંગણી કરવામાં આવી હતી.
ગુજરાત મા વસતા મહારાષ્ટ્રીયન સમાજ તથા વારંકરી સંપ્રદાય દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ ને અમદાવાદ થી પઢંરપુર રેલ્વે નવી શરુ કરવામાં આવે તેવી રજુઆત કરવા મા આવી હતી જેને ધ્યાને લઇ સી આર પાટીલ સાહેબ ધ્વારા કેન્દ્રીય મંત્રી ને રેલ્વે વહેલી શરુ થાય તે માટે પત્ર લખી રજુઆત કરી છે અને ટ્રેન વહેલી તકે શરૂ કરવા બાહેદારી આપતા ગુજરાત મા વસ્તા મહારાષ્ટ્રીયન સમાજ તથા વારંકરી સંપ્રદાય મા ખુશી નો માહોલ જોવા મળ્યો છે તેમજ સમાજ દ્વારા સી આર પાટીલ નો આભાર માન્યો છે..