મહારાષ્ટ્ર રાજ્ય ડિસ્કોમે 6600 મેગાવોટ હાઇબ્રિડ સોલાર અને થર્મલ પાવર પૂરો પાડવા અદાણી ગ્રીન અને અદાણી પાવરને ઇરાદા પત્ર જારી કર્યો
અદાણી પાવર નવી 1600 મેગાવોટ અલ્ટ્રા-સુપરક્રિટીકલ ક્ષમતામાંથી 1496 મેગાવોટ (નેટ) થર્મલ પાવર સપ્લાય કરશે
અમદાવાદ, ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૪: ભારતની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી કંપની અદાણી ગ્રીન એનર્જી લિ.(AGEL) મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિ. (MSEDCL) સાથે 5 GW સપ્લાય માટે ઇરાદા પત્ર (LOI) હેઠળ લાંબા ગાળાના પાવર પરચેઝ એગ્રીમેન્ટ (PPA) પર હસ્તાક્ષર કરશે. ગુજરાતના કચ્છના ખાવડા ખાતે વિકસાવવામાં આવી રહેલા વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કમાંથી મહારાષ્ટ્ર રાજ્યને ટેન્ડર શરતો હેઠળ અદાણી પાવર લિ.ને આપવામાં આવેલ LOI મુજબ.(5000 મેગાવોટ) સૌર વીજ પૂરી પાડશે.
ભારતની સૌથી મોટી ખાનગી થર્મલ પાવર ઉત્પાદક અદાણી પાવર લિ.(APL) નવી 1600 મેગાવોટની અલ્ટ્રા-સુપરક્રિટિકલ થર્મલ પાવર પ્રોજેક્ટમાંથી મહારાષ્ટ્ર રાજ્યને 1496 મેગાવોટ (નેટ) થર્મલ પાવર સપ્લાય કરવા માટે MSEDCL સાથે લાંબા ગાળાના પાવર સપ્લાય એગ્રીમેન્ટ (PSA) પર હસ્તાક્ષર કરશે.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર રાજ્ય ભારતના સૌર ઉર્જાની ક્ષિતિજમાં મોખરે રહ્યું છે અને રાષ્ટ્રની રિન્યુએબલ એનર્જીની ક્ષમતા વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. મહારાષ્ટ્રની રિન્યુએબલ એનર્જીના મિશ્રીત ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે AGELયોગદાન આપી રહી છે.જે નવી પુરસ્કૃત ક્ષમતા હેઠળ પુરવઠાના ઉમેરા સાથે વધુ વિસ્તાર કરશે. માર્ચ 2023માં મુંબઈ શહેરને AGELના જેસલમેર ખાતેના પવન-સૌર હાઇબ્રિડ ક્લસ્ટરમાંથી હરીત ઉર્જા પૂૂરી પાડવાની શરૂઆત કરી હતી. મુંબઈની વીજ વિતરણના વિસ્તારમાં ઉર્જા મિશ્રણમાં રિન્યુએબલ ઉર્જાનો હિસ્સો જૂન 2024 સુધીમાં 37% હતો.
1600 મેગાવોટ થર્મલ અને 5000 મેગાવોટ સૌર ઊર્જા મળી 6600 મેગાવોટ સંયુક્ત ક્ષમતા હાંસલ કરવા માટે મહારાષ્ટ્ર રાજ્ય વીજ વિતરણ કં.લિ. (MSEDCL) દ્વારા સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.અદાણી પાવર લિ.ની સૌર ઉર્જા સાથે થર્મલ પાવરની ક્ષમતા ટેન્ડરની શરતો અનસાર પાત્ર ઠરી હતી તદનુસાર અદાણી પાવરે અદાણી ગ્રીન વતી 5000 મેગાવોટની સૌર ક્ષમતા માટે બિડ કરી તેના પરિણામે થર્મલ અને સોલાર બન્ને સેક્ટરમાં બે કંપનીના સંબંધિત સ્પર્ધાત્મક લાભો અને શક્તિઓનો ફાયદો મેળવ્યો છે.
2020 પછીનો વિશ્વનો સૌથી મોટો એવોર્ડ 5 GW નો સૌર ક્ષમતા માટે મળેલો પુરસ્કાર વૈશ્વિક સ્તરે સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પોર્ટફોલિયોમાંની એક એવી AGELના ભારતમાં નેતૃત્વને પ્રોત્સાહન આપે છે. તાજેતરના વર્ષોમાં ખાનગી ક્ષેત્રને આપવામાં આવેલો થર્મલ ક્ષમતા પુરસ્કાર ભારતમાં સૌથી મોટો છે.
25 વર્ષના સમયગાળા માટે પ્રતિ kWh રુ.2.70 ના ફ્લેટ દરે વીજળી પૂરી પાડવા માટે સૌર ક્ષમતા ફાળવવામાં આવી છે. આ સોલાર પ્રોજેક્ટ્સ ઇન્ટર સ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ સાથે જોડાયેલા હોવાની અપેક્ષા સાથે MSEDCL સાથે PPAsના અમલીકરણના ત્રણ વર્ષના સમયગાળામાં અચૂક રીતે વિકસાવવામાં આવશે.