સેમસંગ દ્વારા ગેલેક્સી S24 અલ્ટ્રા પર આકર્ષક મર્યાદિત સમયગાળાની ઓફર જાહેર
હવે ભારતમાં INR 109999થી શરૂઆત કરતાં ઉપલબ્ધ
ગુરુગ્રામ, ભારત, 15 સપ્ટેમ્બર, 2024 – ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે તેન ફ્લેગશિપ ગેલેક્સી S24 અલ્ટ્રા સ્માર્ટફોન પર અગાઉ ક્યારેય નહીં તેવી કિંમતની ઘોષણા કરવામાં આવી હતી.
12 સપ્ટેમ્બર, 2024થી શરૂઆત કરતાં ગેલેક્સી S24 અલ્ટ્રા મર્યાદિત સમયગાળાની ઓફરના ભાગરૂપે ફક્ત INR 109999માં ઉપલબ્ધ થશે. સ્માર્ટફોનની મૂળ કિંમત INR 129999થી શરૂ થતી હતી. વિશેષ કિંમતમાં INR 12000ના વધારાના અપગ્રેડ બોનસ સાથે INR 8000ના તુરંત કેશબેકનો સમાવેશ થાય છે. વૈકલ્પિક રીતે ગ્રાહકો INR 12000નું બેન્ક કેશબેક પણ ઉપલબ્ધ કરી શકે છે. ઉપરાંત બહેતર એફોર્ડેબિલિટી ચાહતા ગ્રાહકો 24 મહિના માટે નો-કોસ્ટ ઈએમઆઈન લાભ લઈ શકે છે.
ગેલેક્સી S24 અલ્ટ્રાએ મોબાઈલ AIના નવા યુગમાં પ્રવેશ કરીને ગેલેક્સી AI સાથે વધુ કરવા માટે ગ્રાહકોને સુસંગત બનાવ્યા છે. ગેલેક્સી S24 અલ્ટ્રા ફોનની સૌથી સૈદ્ધાંતિક ભૂમિકાઃ નેટિવ એપમાં ફોન કોલ્સના લાઈવ ટ્રાન્સલેટ સાથે કમ્યુનિકેશન, ટુ-વે, રિયલ- ટાઈમ વોઈસ અને ટેક્સ્ટ ટ્રાન્સલેશન્સ બહેતર બનાવે છે અને નવી વ્યાખ્યા કરે છે. ઈન્ટરપ્રીટર સાથે લાઈવ કન્વર્સેશન્સ તુરંત સ્પ્લિટ-સ્ક્રીન વ્યુ પર ટ્રાન્સલેટ કરી શકાય છે. તે મેસેજીસ અને અન્ય એપ્સ માટે સેલ્યુલર ડેટા અથવા Wi-Fi વિના પણ કામ કરે છે. ઉપરાંત ચેટ આસિસ્ટ કમ્યુનિકેશન નિર્ધારિત અનુસાર જ થાય તેની ખાતરી રાખવા માટે વાર્તાલાપનો ટોન ઉત્તમ રહે તેમાં મદદરૂપ થઈ શકે છે. સેમસંગ કીબોર્ડમાં નિર્મિત AI હિંદી સહિત 13 ભાષામાં અસલ સમયમાં મેસેજીસ ટ્રાન્સલેટ પણ કરી શકે છે.
સેમસંગ નોટ્સમાં નોટ આસિસ્ટ ફીચર સાથે ઉપભોક્તાઓને AI- જનરેટેડ સમરીઝ મળે છે અને ટેમ્પ્લેટ્સ નિર્માણ કરી શકે છે, જે પ્રી-મેડ ફોર્મેટ્સ સાથે નોટ્સને સ્ટ્રીમલાઈન કરે છે. વોઈસ રેકોર્ડિંગ્સ માટે ઘણાં બધાં સ્પીકર હોય તો પણ ટ્રાન્સક્રિપ્ટ આસિસ્ટ રેકોર્ડિંગ્સ ટ્રાન્સક્રાઈબ, સમરાઈઝ અને ટ્રાન્સલેટ કરવા માટે પણ AI અને સ્પીચ-ટુ-ટેક્સ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. ગેલેક્સી S24 અલ્ટ્રા ગૂગલ સાથે ‘સર્કલ ટુ સર્ચ’ પણ મેળવે છે.