સ્ટાર હેલ્થ અને પોલિસીબઝારે લોન્ચ કરી લાંબા ગાળાની‘સુપર સ્ટાર’ આરોગ્ય વીમા યોજના
સુરત: : સ્ટાર હેલ્થ ઇન્શ્યોરન્સ અને પોલિસીબઝારે આજે એક પર્સનલાઇઝડ લાંબા ગાળાની સ્વાસ્થ્ય વીમા યોજના, ‘સુપર સ્ટાર’ ના લોન્ચની જાહેરાત કરી. લોકો અને પરિવારો માટે આ લાંબા ગાળાની પોલિસી, 5-વર્ષની મુદત ધરાવે છે. સુપર સ્ટાર ઇન્શ્યોરન્સ પ્લાન, ગ્રાહકોને તેમના જીવનના વિવિધ તબક્કામાં જરૂરિયાતો પુરી કરતું અનુકૂળ કવરેજ પ્રદાન કરીને હેલ્થ ઇન્શ્યોરન્સ ક્ષેત્રમાં પરિવર્તન લાવ્યું છે. સુપર સ્ટાર પ્લાનમાં વિમાની રકમ માટે ₹5 લાખથી ₹1 કરોડ સુધીના બહુવિધ વિકલ્પો અને અસંખ્ય SI વિકલ્પો પણ પ્રદાન કરવામાં આવે છે,
વિશિષ્ટ વિશેષતાઓ– તમારી ઉંમર ફ્રીઝ રો, નો ક્લેમ બોનસ (NCB), વીમાની રકમનું ઓટોમેટિક રેસ્ટોરેશન,વેલનેસ રિવોર્ડ્સ, પૉલિસીની 5 વર્ષ સુધીની મુદ્દત, કો-ટર્મિનસ ડિસ્કાઉન્ટ, વધારાના લાભો: સુપર સ્ટાર પ્લાનમાં નીચે મુજબના વિવિધ વૈકલ્પિક કવરનો પણ સમાવેશ થાય છે: સુપર સ્ટાર બોનસ, કન્ઝયુમેબલ્સ કવર, સ્માર્ટ નેટવર્ક ડિસ્કાઉન્ટ.
સ્ટાર હેલ્થ ઈન્સ્યોરન્સના એમડી અને સીઈઓ શ્રી આનંદ રોયએ જણાવ્યું હતું કે સ્વાસ્થ્ય વીમા યોજના-સુપર સ્ટારના લોન્ચ માટે પોલિસીબઝાર સાથે ભાગીદારી કરીને અમને આનંદ થઇ રહ્યો છે. અદ્યતન ટેકનોલોજી અને ક્ષેત્રના ગહન જ્ઞાન દ્વારા સમર્થિત, સુપર સ્ટાર અદભુત અનુકૂળતા પ્રદાન કરીને લોકોને તેમના જીવનના દરેક મુખ્ય તબક્કે તેમના કવરેજને કસ્ટમાઇઝ કરવાનો વિકલ્પ પ્રદાન કરે છે.