આ ભવથી બચવા પાપના આંસુ, પરભવ ને સુધારવા કરુણા ના આંસુ અને મોક્ષને પામવા ઉપકારના આંસુ લાવીએ: આચાર્ય જિનસુંદરસૂરીશ્વરજી મહારાજ
સુરતઃ કૈલાશનગર ખાતે આવેલ રૂવઈ સમાજ ના પ્રગતિ મંડળના કાર્યાલયમાં તપાગચ્છાધીપતી પૂ.આ.શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજા ના ફોટા નું અનાવરણ આચાર્ય જિનસુંદરસૂરીશ્વરજી મહારાજ ની નિશ્રામાં કરવામાં કરવામાં આવ્યું જેમાં રૂવઈ સમાજ ના પ્રગતિ મંડળના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં બીજો વ્યાખ્યાન નાનપુરા બાબુનિવાસ ની ગલીમાં આચાર્ય જિનસુંદરસૂરીશ્વરજી મહારાજનું પ્રવચન યોજાયું હતું અને ત્રીજુ વ્યાખ્યાન
શ્રી આઠવાલાઈન્સ જૈન સંઘના આંગણે પ્રવચન પ્રભાવક પૂ. આચાર્ય દેવ શ્રી જિનસુંદરસુરીશ્વરજી મહારાજા, અંતરીક્ષતીર્થરક્ષક પૂ. પં. પ્રવર શ્રી વિમલહંસ વિ. મ. સાહેબની નિશ્રામાં સુંદર ધર્મ સભાનો આયોજન કરવામાં આવ્યું.
પૂજ્ય શ્રી એ જણાવ્યું કે ઈશ્વર પાસે જઈએ ત્યારે ત્રણ પ્રકારનો આંસુ ને લાવો.
1) પાપના આંસુ: હે ઈશ્વર!” તું શુદ્ધ છે અને હું અશુદ્ધ છું”, તું નિવિકારી છે હું વિકારી છું કોઈ પરસ્ત્રીને જોતા મારી આંખોમાં વિકાર પેદા થઈ જાય છે હું પણ બ્રહ્મચારી ન બની શક્યો માટે મારે લગ્ન કરવા પડ્યા પણ મારી અધમતા કે મારી પત્નીને પણ હું વફાદાર ન રહ્યો હે પ્રભુ! તું મને પાપ માંથી બચાવો, ” તું ક્રોધ વિનાનો છે હું ભયંકર ક્રોધી છું” મારા ક્રોધ થી પત્ની-પુત્ર-નોકરો વગેરે ત્રાસી ગયા છે પણ હવે હું પણ ત્રાસી ગયો છું છતાંય આ ક્રોધ મને બરાબર વળગી પડ્યો છે. નાની નાની વાતમાં મને ક્રોધ આવી જાય છે હે પ્રભુ! આવો જાલીમ દોષોથી તું મને બચાવ આવી ભાવનાઓ-પ્રાર્થનાઓ કરતા રડતા જાઓ આંખોમાંથી દુઃખ ના આંસુ ઘણીવાર આવ્યા પણ હવે પાપના આંસુ લાવો અને દોષમુક્ત બનવાનો પ્રયત્ન કરીએ.
2) કરુણાના આંસુ: પ્રભુ પાસે જઈએ એટલે આંખોમાંથી આંસુ આવ્યા વગર ન રહે કે હે પ્રભુ! તું તો બધા જ જીવો ને સુખી બનાવવા ઈચ્છતો હતો તારી કરુણા તો નરક ના જીવોને પણ બચાવવા માટેની હતી તેમ મારી કરુણા પણ તારા જેવી ઠંડીમાં રાત્રે કુતરાની આવાજથી મારી આંખ ખુલી જાય છે. મને તો ઠંડીથી રક્ષણ માટે બધી જ અનુકૂળ સામગ્રી મળે છે પણ પહેલો કૂતરોનું આવી ઠંડીમાં શું થતું હશે? બિચારા ગરીબોને બ્લેન્કેટ કોણ આપશે? ગરમીમાં તરસ્યાને પાણી કોણ પીવડાવતું હશે? ભૂખ્યાને ભોજન કોણ આપશે? હે પ્રભુ! તુ મને એવી શક્તિ આપજે કે જગતના બધા જ જીવોના દુઃખોને હું દૂર કરી શકું.
3) ઉપકારનો આંસુ: હે પ્રભુ! જો તે મને બે આંખો-બે હાથ-બે પગ- નિરોગી શરીર- સારો પરિવાર વગેરે ના આપ્યું હોત તો મારું જીવન ઝેર બની ગયું હોત. હે પ્રભુ? તારો આ મારા પરનો સર્વોત્કૃષ્ઠ ઉપકારને કદીએ ભૂલી શકું એમ નથી આ મારા આંસુ તને ધન્યવાદ આપવા માટેના છે. તને જોઈ શકું એ પણ તારો જ ઉપકાર છે અને આ ઋણમાંથી મુક્ત થવાનો અવસર મને પ્રાપ્ત થાય એવો એક છેલ્લો ઉપકાર તું કરજે. ટૂંકમાં પ્રભુ પાસે પોતાના પાપ- જીવોની કરુણા અને પ્રભુના ઉપકારને યાદ કરીને આંસુ લાવીએ .